જશાપર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે પૂ. ધીરગુરુદેવની નિશ્રામાં ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક પ્રવચન શ્રેણી અંતર્ગત સ્વરુપ ચૌદશના કરુણા ફાઉન્ડેશન-રાજકોટના ટ્રસ્ટી પ્રતિકભાઇ સંઘાણી, એડવોકેટ રવિભાઇ વગેરેનું સન્માન કરાયું હતું.
સાવરકુંડલાના વતની હાલ કાંદીવલી સ્થિત સ્વ. જૈનિશ કિરીટભાઇ મગીયાની સ્મૃતિમાં અબોલ જીવોની સેવા માટે દેવલાલી સ્થિત પૂ. વિમલાબાઇ મ.સ. પ્રેરિત એનિમલ હેલ્પલાઇન એમ્બ્યુલન્સની અર્પણવિધિ પૂ. ધીરગુરુદેવની માંગલિક બાદ ગ્રામજનોએ કરી હતી. અમિતભાઇ મગીયાની જીવદયા ભાવનાને સહુએ બિરદાવી હતી. તા. 26ના સવારે 7 કલાકે નૂતનવર્ષ માંગલિક કાર્યક્રમનો લાભ વસુમતિબેન વ્રજલાલ ભીમાણી-બોરીવલી તરફથી યોજાશે. તા. 31ના ડિવાઇન ચેરીટેબલ-રાજકોટ દ્વારા દંત્ત ચિકિત્સા કેમ્પ રાખેલ છે.