Monday, December 23, 2024
Homeરાજ્યયાત્રાધામ દ્વારકાના જગતમંદિરે શ્રીજીના દર્શન ઉત્સવનો કાર્યક્રમ જાહેર

યાત્રાધામ દ્વારકાના જગતમંદિરે શ્રીજીના દર્શન ઉત્સવનો કાર્યક્રમ જાહેર

અક્ષય નવમી સુધી દર્શન સમય નિયત કરાયો: અક્ષય નવમીએ અન્નકુટ ઉત્સવ

- Advertisement -

સુપ્રસિધ્ધયાત્રાધામ દ્વારકામાં જગતમંદિરે દિપોત્સવી ઉત્સવ નિમિતે શ્રીજીના દર્શનના ક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
જેમાં સોમવાર તા. 24 ને રૂપચૌદસ અને દિવાળી પર્વે સવારે 5.30 વાગ્યે મંગલા આરતી, બપોરે 1 થી સાંજે 5 અનોસર (મંદિર બંધ), સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે 8 વાગ્યે હાટડી દર્શન, રાત્રે 9.45 વાગ્યે શયન (મંદિર બંધ).

- Advertisement -

જયારે મંગળવાર તા. 25 ના રોજ સવારનો ક્રમ ભિતરમાં (દર્શન બંધ), સાંજે 7.30 વાગ્યે ઉત્થાપન દર્શન, સાંજે 7.30 થી 11 સુધી દર્શન, રાત્રે 11 વાગ્યે અનોસર (મંદિર બંધ). બુધવાર તા. 26 ના રોજ નૂતન વર્ષ નિમિતે સવારે 6 વાગ્યે મંગળા આરતી, બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી અનોસર (મંદિર બંધ) રહેશે. સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે 9.45 વાગ્યે અનોસર.

ગુરુવાર તા. 27 ના રોજ ભાઈબીજ પર્વે સવારે 6.30 વાગ્યે મંગળા આરતી, બપોરે 1 થી સાંજના 5 વાગ્યા સુધી મંદિર બંધ, સાંજે 5 વાગ્યે ઉત્થાપન દર્શન, રાત્રે 9.45 વાગ્યે મંદિર બંધ થશે. તા. 2 નવેમ્બરના રોજ અક્ષય નવમી નિમિત્તે અન્નકૂટ ઉત્સવ. નિમિત્તે સવારે 6 વાગ્યે મંગળા આરતી, 11:30 વાગ્યે ગોવર્ધન પૂજા, બપોરે 1 થી સાંજના 5 મંદિર બંધ, સાંજે 5 વાગ્યા અન્નકૂટ ઉત્સવ આરતી દર્શન, સાંજે 5 થી 7 અન્નકૂટ દર્શન, રાત્રે 9-45 વાગ્યે મંદિર બંધ થશે તેમ એક યાદીમાં જણાવાયું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular