જોડિયા તાલુકાના તારાણા ગામે આજી 4 ડેમ પાસે સેલ્ફી લેેતી વખતે યુવકનો પગ લપસી જતા ડેમમાં પડી જતાં યુવકનું મૃત્યુ થયું હતું.
આજના સમયમાં યુવાનોમાં સેલ્ફી લેવાની ફેશન ખુબ વધી છે. સેલ્ફીની ઘેલછાંને કારણે અનેક વખત દુર્ઘટનાઓ થયાના કિસ્સાઓ સામે આવતા હોય છે. આવી જ વધુ એક ઘટના જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના તારાણા ગામે સામે આવી છે. મોરબી જિલ્લાના ફાડસર ગામે રહેતા ધરમ ઉર્ફે કાનો રમેશભાઇ પરમાર (ઉ.વ.20) નામનો યુવાન જોડિયા તાલુકાના તારાણા ગામે આવેલ આજી-4 ડેમ પાસે સેલ્ફી લઇ રહ્યો હતો. આ દરમિયાન અકસ્માતે પગ લપસી જતા યુવાન ડેમમાં પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને પાણીમાં ડૂબી જવાના કારણે તેનું મૃત્યુ થયું હતું આ અંગે શાંતિલાલ ઉર્ફે હિતેશ પ્રવિણભાઈ હિંગળાએ જાણ કરતા હેકો વી.વી.બકુત્રા સહિતના સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.