Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગર સતવારા સમાજ દ્વારા વિધાનસભા ચુંટણીમાં પ્રતિનિધીત્વ સંદર્ભે રાજકીય મિટીંગ

Video : જામનગર સતવારા સમાજ દ્વારા વિધાનસભા ચુંટણીમાં પ્રતિનિધીત્વ સંદર્ભે રાજકીય મિટીંગ

આગામી વિધાનસભામાં સતવારા સમાજને પ્રતિનિધિત્વ આપવા માંગ : અગ્રણીઓની બેઠક યોજાઈ

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણી આગામી સમયમાં ગમે તે સમયે જાહેર થઈ શકે છે. ત્યારે રાજ્યમાં વિવિધ સમાજો પણ સક્રિય થયા છે. જામનગરમાં પણ હવે સતવારા સમાજમાં પણ રાજકીય સળવળાટ શરૂ થયો છે.

- Advertisement -

આગામી વિધાનસભાની ચૂંટણીમાં સતવારા સમાજના આગેવાનોને પ્રતિનિધિત્વ મળે તે માટે સતવારા સમાજના મોભીઓ પણ મેદાનમાં આવ્યા છે. સતવારા સમાજના ઉત્કર્ષ અને રાજકીય પ્રતિનિધિત્વ મુદ્ે જામનગરમાં સતવારા સમાજની એક અગત્યની બેઠક યોજાઈ હતી. જેમાં સતવારા સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. જામનગરમાં વિધાનસભાની ચૂંટણીને લઇ વિવિધ જ્ઞાતિઓમાં રાજકીય સળવળાટ શરૂ થયો છે. ગઈકાલે જામનગર શહેરમાં સતવારા સમાજની પણ બેઠક યોજાઈ હતી. જેમાં રાજકીય પક્ષો દ્વારા સતવારા સમાજની અવગણના થતી હોવાની લાગણીઓ પણ વ્યકત કરાઈ હતી. જ્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં સતવારા સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ અને સ્થાન મળે તેવી માંગણી પણ આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ બેઠકમાં સતવારા સમાજના વલ્લભભાઇ ધારવીયા, કલ્પેશભાઈ હડીયલ, સુનીલભાઇ રાઠોડ, પરસોતમભાઇ પરમાર, જયસુખભાઇ કણજારીયા સહિત ભાજપા કોંગે્રસ સહિતના સમાજના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular