ધનતેરસના પર્વ નિમિત્તે જામનગરમાં સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ જવેલરી મોલ ધરાવતાં નવનીત જવેલર્સ દ્વારા ચિરોડીના રંગની રંગોળી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સ્પર્ધામાં શહેરના સ્પર્ધકોએ ઉત્સાહપૂર્વક ભાગ લઇને આકર્ષક રંગોળીઓનું નિર્માણ કર્યું હતું. જામનગરમાં 98 વર્ષથી સોના-ચાંદીના આભુષણોના વ્યવસાય સાથે સંકળાયેલા માંડલીયા પરિવાર દ્વારા આયોજિત આ રંગોળી સ્પર્ધા બે વિભાગમાં યોજવામાં આવી છે. જેમાં મીંડાવાળી અને ફ્રી હેન્ડ રંગોળીનો સમાવેશ થાય છે. ધનતેરસ પર જામનગરના કલાકારોએ આકર્ષક રંગોળીનું નિમાર્ણ કરીને પોતાની ઉત્કૃષ્ટ કલાનું પ્રદર્શનું કર્યુ હતું. આ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સ્પર્ધકોને સ્મૃતિ ભેટ અને પ્રમાણપત્ર આપવામાં આવશે. જયારે 22 થી 24 ઓકટોબરના દિવસો દરમ્યાન સવારે 11 થી રાત્રિના 11 વાગ્યા સુધી લોકોને નિહાળવા માટે આ પ્રદર્શન ખુલ્લું રહેશે.