કાલાવડ તાલુકાના પીઠડિયા ગામની સીમમાં બે બાળકોની થયેલ હત્યાના કેસમાં જામનગર/કાલાવડ ગ્રામ્ય પોલીસે આરોપી માતાને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીઠડિયા ગામમાં ચકુબેન બદિયાભાઈ પલાસ નામની મહિલા બીમાર રહેતી હોય તેમના બન્ને બાળકો સાથે કૂવામાં ઝંપલાવતા બન્ને બાળકોના મોત થયા હતાં અને મહિલા આરોપી ત્યાંથી નાશી ગઈ હતી. આ દરમિયાન એલસીબીના સંજયસિંહ વાળા, યશપાલસિંહ જાડેજા, શિવભદ્રસિંહ જાડેજાને આરોપી માતા ધ્રોલ તાલુકાના ખેંગારકા ગામની સીમમાં હોવાની બાતમી મળી હતી તેના આધારે એલસીબી દ્વારા ખેંગારકા ખાતેથી ચકુબેન પલાસને ઝડપી લીધી હતી.