Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : જામનગરમાં યુવતીને હડફેટે લઇ ગંભીર ઈજા પહોંચાડનાર મોટરકાર ચાલક વિરૂધ્ધ...

Video : જામનગરમાં યુવતીને હડફેટે લઇ ગંભીર ઈજા પહોંચાડનાર મોટરકાર ચાલક વિરૂધ્ધ કડક પગલાંની માંગ

ભોય સમાજના અગ્રણીઓ દ્વારા જિલ્લા પોલીસવડા કચેરીએ આવેદનપત્ર પાઠવાયું

- Advertisement -

જામનગરમાં મોટરકાર દ્વારા સ્કુટી લઇને જતી યુવતીને હડફેટે લઇ ગંભીર ઈજા પહોંચાડી હોય અને કારચાલક નાશી ગયો હોય આ અંગે તાત્કાલિક ધોરણે કડક કાર્યવાહી કરી કારચાલક વિરૂધ્ધ પગલાં લેવાની માંગ સાથે ભોય સમાજ દ્વારા જિલ્લા પોલીસવડા કચેરીએ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.

- Advertisement -

ગત તા. 18 ઓકટોબરના રોજ તૃષાબેન શૈલેષભાઈ મહેતા નામની યુવતી પોતાનું સ્કુટી પેપ વાહન લઇ ગુલાબનગર તરફ જઈ રહયા હતાં ત્યારે સુભાષબ્રીજ પાસે જીજે-10-બીઆર-4561 ના મોટરકારચાલકે યુવતીને ઠોકર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી અને કારચાલક નાશી છૂટયો હતો. આ અકસ્માતને કારણે તૃષાબેનને માથામાં હેમરેજ થયું હોય હોસ્પિટલમાં જિંદગીની લડાઈમાં ઝઝુમી રહ્યા છે અને તેમને પાંચ વર્ષનું સંતાન પણ હોય પરિવાર પર મુસીબત આવી છે. ત્યારે આ અંગે મોટરકાર ચાલક વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ભોય સમાજ દ્વારા આવેદનપત્ર પાઠવી કડક પગલાં લેવા માંગ કરાઇ હતી.

- Advertisement -

આ તકે પૂર્વ મેયર હસમુખભાઈ જેઠવા, કોર્પોરેટર પાર્થ જેઠવા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી આવેદનપત્ર પાઠવ્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular