દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને જામ્યુકોની ફુડ શાખા સક્રિય બની હોય તેમ જણાઇ રહ્યું છે. છેલ્લા કેટલાંક દિવસથી ફૂડ શાખા દ્વારા મિઠાઇ, ફરસાણ અને ખાદ્ય પદાર્થોનું ચેકિંગ કરીને નમુનાઓ એકત્ર કરવામાં આવી રહ્યાં છે.
ભેરસેળ અટકાવવા તેમજ અખાદ્ય પદાર્થોથી લોકોને બચાવવા માટે આજે પણ ફૂડ શાખાના ઇન્સ્પેકટરો દ્વારા સેન્ટ્રલ બેંક વિસ્તારમાં આવેલી જુદી જુદી મીઠાઇઓ અને ફરસાણની દુકાનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. તેમજ મીઠાઇના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે. ફૂડ ઇન્સ્પેકટર દ્વારા ખાદ્ય પદાર્થ વિક્રેતાઓને સ્વચ્છતાના ઉચ્ચત્તમ ધોરણો જાળવવા તાકિદ કરવામાં આવી છે.