જામનગર શહેરના શરૂ સેકશન રોડ પર આવેલા એપાર્ટમેન્ટમાં ઉપરથી પડતું મુકી યુવકે આપઘાત કર્યાના બનાવમાં પોલીસે સ્થળ પર પહોંચી મૃતદેહનો કબ્જો સંભાળી આપઘાતનું કારણ જાણવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર સત્યમ હોટલની બાજુમાં આવેલા એપાર્ટમેન્ટમાં રહેતા મહાવીરસિંહ ભૂપતસિંહ જાડેજા (ઉ.વ.24) નામના યુવકે ગત રાત્રિના સમયે કોઇ કારણસર સદગુરૂ એપાર્ટમેન્ટમાં ઉપરથી પડતુ મુકી આપઘાત કરતા નીચે પટકાતા યુવકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા મૃતકના િ5તા ભૂતપસિંહ દ્વારા પોલીસમાં જાણ કરાતા પીએસઆઈ એચ.જે. પરિયાણી તથા સ્ટાફે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો. મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી યુવકે કયા કારણોસર આપઘાત કર્યો ? તે અંગેની તપાસ હાથ ધરી હતી.