Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરVideo :આર.એસ.એસ.નું પથ સંચલન યોજાયું

Video :આર.એસ.એસ.નું પથ સંચલન યોજાયું

- Advertisement -

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ હિન્દુ સમાજનું સંગઠન કરવાનું કાર્ય કરે છે. જેમાં સમાજના ઘણાં લોકો જોડાવવા ઉત્સાહી છે. જેના માટે દર વર્ષની જેમ આ વર્ષે પણ જામનગરમાં સતવારા સમાજની વાડી સિન્ડીકેટ સોસાયટી, ગુલાબનગર, જામનગર ખાતે પથ સંચલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં 14 વર્ષ પૂર્ણ કરેલા સ્વયંસેવકો અથવા ધો.9 કે તેથી ઉપર અભ્યાસ કરતા સ્વયંસેવકો જોડાયા હતાં. પૂર્ણ ગણવેશ સાથે સંઘના સ્વયંસેવકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. જેઓને આર.એસ.એસ.ના કાર્યો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પથ સંચલન કાર્યક્રમમાં યશ ગોહિલ, ગીરીશભાઇ ચૌહાણ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular