જામનગરમાં દિ.પ્લોટમાં ચામુંડા કાસ્ટથી બ્રાસપાર્ટનું કારખાનુ ચલાવતા અશોકભાઇ જેઠાભાઇ ધ્રુવાએ ગુલાબનગના સીન્ડીકેટ સોસાયટમીાં રહેતા ભૂપતભાઇ જી. મારુ કે જેઓ મહાલક્ષ્મી બ્રાસ ઇન્ડ. થી કારખાનુ ચલાવે છે. તેઓની પાસેથી ધંધાના વિકાસ માટે રૂા. 5 લાખની જરુરીયાત હોવાથી તા. 7-3-17ના રોજ મેળવેલ હતા અને ધંધાના નફામાંથી માસિક રૂા. 15000 દર માસે ચૂકવવાના રહેશે તેવી ખાત્રી આપી હતી અને ઉપરોક્ત મુળ રકમ 6 માસમાં ચૂકવી આપવાનું કરાર કર્યો હતો. ત્યારબાદ આ કામના ફરીયાદી ભુપતભાઇ જી. મારુ દ્વારા આરોપી અશોકભાઇ ધુવા પાસે અનેક વખત મુળ રકમ તેમજ ધંધાના નફાની માગણી કરવામાં આવતાં હાલના આરોપીએ ભુપતભાઇને કોઇપણ રકમ ચૂકતે આપેલ ન હતી અને આરોપી દ્વારા આપવામાં આવેલ ચેક તેમણે જણાવેલ મુદતે બેંક ખાતામાં નાખવાથી ક્લિયર થઇ જશે તેવી ખાત્રી આપેલ જેથી ફરિયાદી ભૂપતભાઇ દ્વારા તેમના બેંક ખાતામાં રૂા. 5 લાખનો ચેક નાખવામાં આવતા તે ચેક ફંડ અનસફિસીયન્ટના શેરા સાથે પરત આવ્યો હતો. જેથી ફરિયાદી ભુપતભાઇ દ્વારા આરોપી અશોકભાઇ યુવાને તે અંગે જાણ કરવામાં આવતાં આરોપીએ મુળ રકમ કે ધંધામાંથી મેળવેલ નફાની રકમ આપવાનો ઇન્કાર કર્યો હતો અને ખોટા બહાના બતાવેલ હતાં.
ત્યારબાદ ફરીયાદી ભુપતભાઇ મારુ દ્વારા એડ. અશોકભાઇ નંદા મારફત આરોપીને લીગલ નોટીસ મોકલવામાં આવી હતી. જે લીગલ નોટીસ મળી જવા છતાં આરોપીએ કોઇ રકમ ફરીયાદીને ચૂકતે કરેલ ન હતી. ત્યારબાદ ફરિયાદીએ જામનગરની અદાલતમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટની કમલ 138 અન્વયેના કેસ કર્યો હતો. જે કેસમાં કોર્ટ રુબરુ સમાધાન પેટેના ચેકો આપેલ હતા જેમાંથી રૂા. 1,25,000નો ચેક આપેલ હતો જે ચેક નિયત કરેલ મુદતમાં બેંકમાં રજૂ કરવાથી તે ચેક ક્લિયર થઇ જશે તેવી ખાત્રી આપી સમાધાન કર્યું હતું. પરંતુ અશોકભાઇ જેઠાભાઇ ધુવા દ્વારા આપવામાં આવેલ ચેક ભુપતભાઇ મારુએ તેમના બેંકના ખાતામાં નાખતા બેંક દ્વારા મજકુર ચેક અનસફીસીયન્ટ ફન્ડના કારણે રિટર્ન થયેલ હોય તેવો મેમો આપેલ હતો. જેથી ભુપતભાઇ મારુએ અશોકભાઇ જેઠભાઇ ધુવાને તે અંગે જાણ કરતાં તેઓએ રોકડમાં આપવાની ખાત્રી આપી હતી. પરંતુ તે રકમ રોકડમાં પણ ન ચૂકવાતા ભુપતભાઇ દ્વારા આરોપી અશોકભાઇ સામે જામનગરની કોર્ટમાં ધી નેગો. ઇન્સ્ટ્રુ. એકટ કલમ 138 અન્વયેની ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે કેસમાં કોર્ટે આરોપીને મુદતે હાજર થવાની સમન્સ નોટીસ ઇસ્યૂ કરી છે. આ કેસમાં ફરીયાદી તરફે જામનગરના સિનિ. એડવોકેટ અશોક નંદા તથા તેની સાથે એસો. એડ. પુનમબેન પરમાર રોકાયેલ હતાં.