Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં પાંચ જૂગાર દરોડામાં છ મહિલા સહિત 26 જૂગારીઓ ઝડપાયા

જામનગર શહેર-જિલ્લામાં પાંચ જૂગાર દરોડામાં છ મહિલા સહિત 26 જૂગારીઓ ઝડપાયા

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં પોલીસ દ્વારા જુદાં-જુદાં પાંચ જૂગાર સંબંધિત દરોડાઓ પાડવામાં આવ્યાં હતાં અને આ દરોડા દરમિયાન છ મહિલાઓને પણ જૂગાર રમતા ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જામજોધપુરના પાટણમાંથી પોલીસે રેઈડ દરમિયાન જૂગાર રમતા સાત શખ્સોને ઝડપી લઇ તેની પાસેથી રૂા.16560 ની રોકડ તથા ગંજીપના કબ્જે કરવામાં આવ્યા હતાં. જામનગરના સાંઢીયા પુલ પાસેથી પોલીસે રેઈડ દરમિયાન છ મહિલાઓને જૂગાર રમતા પકડી પાડયા હતાં. ઉપરાંત જામનગર શહેરના કિશાન ચોકમાં ઘોડીપાસા રમતા ચાર શખ્સોને પોલીસે પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ,

  • પ્રથમ દરોડો, જામજોધપુરના પાટણ ગામમાં જૂની પંચાયતની બાજુમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન કિશોર મનસુખ ડાભી, રમેશ જીતુ ગોહિલ, હરદાસ મુંજા ઓડેદરા, મુકેશ આંબાભાઇ બારીયા, વિમલ પરસોતમ કુડેચા, રણછોડ છગન ડાભી અને ધર્મેશ રાજા ઓડેદરા નામના સાત શખ્સોને રૂા.16,560 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • બીજો દરોડો, જામનગર શહેરમાં સાંઢીયા પુલ પાસે આવેલા સરદારનગર વિસ્તારમાં તીનપતિનો જૂગાર રમી પૈસાની હારજીત કરતા હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન છ મહિલાઓને રૂા.13,680 ની રોકડ તથા ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • ત્રીજો દરોડો, જામનગર શહેરમાં કિશાન ચોકમાં આવેલા સૂર્યપરા ચોક વિસ્તારમાં ઘોડીપાસાનો જૂગાર રમી પૈસાની હારજીત કરાતી હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન ધર્મેન્દ્ર વલ્લભ નંદા, કેતન ચંદ્રકાંત શેઠીયા, સચિન અમલ લખીયર અને રમેશ ભાણજી ભટ્ટી નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.11,700ની રોકડ તથા ઘોડીપાસાના નંગ-2 સહિતનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
  • ચોથો દરોડો, જામનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં જાહેરમાં સ્ટ્રીટલાઈટના અંજવાળે જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન અબ્દુલકરીમ મેસન બરો, અબુ મહમદ બેલીમ, સીકંદર ઈશાક હાલાણી અને રમેશ દેવજી મકવાણા નામના ચાર શખ્સોને ઝડપી લઇ રૂા.10,800 ની રોકડ તથા ગંજીપના સહિતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
  • પાંચમો દરોડો, જામનગર શહેરમાં આવેલ મધુવન સોસાયટીમાં શેરી નં.4 જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે રેઈડ દરમિયાન મેહુલ નરેશ સવનીયા, બાબુ કેશુર જોગલ, ઈકબાલ ઉર્ફે ઈકો રજાક બ્લોચ, ઉદુભા નવલસંગ જાડેજા, બાબુ જેસા ચેતરીયા નામના પાંચ શખ્સોને રૂા.10490 ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular