લોક દરબાર અને જાહેર સભામાં ઘણો તફાવત હોય છે પરંતુ વોર્ડ નંબર ચારમાં ધારાસભ્ય હકુભા જાડેજાનો લોક દરબાર યોજાયો હતો અને તેમાં જે રીતે સ્વયંભૂ જંગી જનમેદની ઉમટી પડી હતી, માતાઓ વડીલો,ભાઈઓ, બહેનો જે મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તેણે આ લોક દરબારને જાણે જાહેર સભા બનાવી નાખી હોય એવો માહોલ સર્જાયો હતો, દર વર્ષે લોકોને પોતાના કામ નો હિસાબ આપવાની ધારાસભ્યની નીતિ રીતે લોકોને ખૂબ પસંદ આવી છે અને એટલા માટે જ સ્વયંભૂ જનસેલાબ લોક દરબારમાં ઉમટી પડ્યો હતો
જામનગર 78 વિધાનસભા વિસ્તારમાં ધારાસભ્ય તરીકે ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાએ છેલ્લા એક વર્ષ દરમિયાન વોર્ડ નંબર ચારમાં કેટલા વિકાસના કામો કર્યા કેટલા રૂપિયાની ગ્રાન્ટ ફાળવી તેમજ લોકો તરફથી મળેલા સૂચનો અને રજૂઆત પછી સૂચવેલા કામોથી કામો કરેલા તેની યાદી પણ જાહેર જનતાને લોકદરબાર યોજીને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ આપી હતી આ લોક દરબારમાં મોટી સંખ્યામાં વોર્ડ નંબર ચારના મતદારોએ ઉપસ્થિત રહી અને ધારાસભ્યના કાર્યને બિરદાવ્યું હતું.
વોર્ડ નંબર વોર્ડ નંબર ચારમાં વિનાયક પાર્ક સોસાયટીમાં જામનગર 78 ના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાએ લોક દરબાર યોજયો હતો જેમાં જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરાએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા ના આ લોક દરબારને યોજવા બદલ અભિનંદન આપ્યા હતા અને જણાવ્યું હતું કે ધારાસભ્ય તરીકે કરેલા વિકાસના કામો અને ગ્રાન્ટનો હિસાબ આપવાના મંત્રને તેઓએ સહચરિતાર્થ કર્યો છે આ પ્રકારની વિકાસના કામો સહિત લોકોને રજૂઆત સાંભળવા ધારાસભ્ય મતવિસ્તારમાં લોક દરબાર યોજીને જાય તે એક મોટી બાબત છે.
જામનગર 78 વિધાનસભાના મતવિસ્તારના વોર્ડ નંબર ચારમાં લોક દરબાર ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ મેરૂભા જાડેજાએ યોજેલ હતો જેમાં તેઓએ જણાવ્યું હતું કે એક વર્ષ દરમિયાન વોડ નંબર ચારમાં મતદારો અને જાગૃત નાગરિકો તરફથી મળેલી રજૂઆતો સૂચનો તેમજ કોર્પોરેટરોએ કરેલા સૂચનો સહિત જે વિકાસના કામો માટે તેઓએ રૂપિયા સવા ત્રણ કરોડ જેવી ગ્રાન્ટ ફાળવેલ છે તેનો હિસાબ તેઓએ આપેલ હતો એટલું જ નહીં આ ગ્રાન્ટમાંથી કેટલા કામો પૂર્ણ થયા છે તે સંપૂર્ણ માહિતીને અહેવાલ લોક દરબારમાં રજૂ કર્યો હતો સાથે સાથે વિકાસના કામો અંગે બાકી રહેલા વિકાસના કામો અને અંગે પણ લોકો સાથે સીધો સંવાદ કર્યો હતો.
વોર્ડ નંબર ચારમાં ધારાસભ્યના લોક દરબાર દરબારમાં સામત ભાજપના સનિષ્ઠ આગેવાન સામતભાઈ પરમાર એ ધારાસભ્ય ના હિસાબ આપવાના કાર્યને બિરદાવ્યું હતું અને જણાવ્યું હતું કે અમને એ વાતનો ગર્વ છે કે જાહેર જીવનમાં આ પ્રકારે લોક દરબાર યોજી લોકો સાથે સંવાદ કરનાર અને સુખ દુ:ખના સાથીદાર એવા જાગૃત ધારાસભ્ય હકુભા અમારા વિસ્તારના છે.
ધારાસભ્ય દ્વારા યોજવામાં આવેલા લોક દરબારમાં વોર્ડ નંબર ચાર ના કોર્પોરેટર કેશુભાઈ માડમ તેમજ પૃથ્વીરાજસિંહ ઝાલા જડીબેન સરવૈયા એ પણ ધારાસભ્યના આ કાર્યને આવકાર્યું હતું અને તેઓએ વોર્ડ નંબર ચારના મતદારોનો વતી પણ ધારાસભ્ય નો આભાર માન્યો હતો.
આ લોક દરબારમાં કોર્પોરેટરો મુકેશભાઈ માતંગ જયરાજસિંહ જાડેજા જયેન્દ્રસિંહ ઝાલા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન પ્રજ્ઞાબા સોઢા, પૂર્વ કોર્પોરેટર આલાભાઇ રબારી, ડી કે જાડેજા, કાંતિભાઈ બારોટ, બ્રહ્મસમાજના આગેવાનો કરસનભાઈ ભટ્ટ, પરસોત્તમભાઈ ઠાકર, જસ્મીનભાઇ ધોળકિયા, ગજેન્દ્રસિંહ જાડેજા, બાબાશેઠ, નવાગમ ઘેડ રાજપૂત સમાજના પ્રમુખ દિલીપસિંહ જેઠવા, કરસનભાઈ ભરવાડ, અનવરભાઈ ગંધાર, કોળી સમાજના આગેવાન તુલસીભાઈ રાઠોડ, રામજીભાઈ બારીય, ભાજપ મહિલા મોરચાના શહેર મંત્રી ભાવિશાબેન ધોળકિયા, વોર્ડ નંબર 4 ના પ્રમુખ વિજયસિંહ ગોહિલ, શહેર મહિલા પાંખના મંત્રી રેખાબેન વેગડ, સુરેશભાઈ, શૈલેષભાઈ, વિજયભાઈ, સહદેવભાઈ ડાભી, કિશોરસિંહ જાડેજા, ખુમાનસિંહ રાણા, હિનાબા, વીણાબા, બાબુભાઈ માડમ, ભગવાનભાઈ ધોળકિયા ,નરેન્દ્રભાઈ ભુવા ,વર્ષાબેન, વનિતાબેન, જીવણભાઈ, રમેશભાઈ, મુન્નાભાઈ ઠાકોર, ઉપેન્દ્રભાઈ રાણા, મુન્નાભાઈ વાઢેર, કૈલાશબા પરમાર, યોગેશભાઈ બારૈયા, સુખુભા જાડેજા, રામ સામતભાઈ ડાભી, મહાવીરસિંહ રાણા, ભાનુબેન સતિષભાઈ સહિતના વોર્ડ નંબર ચાર ના સામાજિક આગેવાનો તેમજ જુદા-જુદા જાતિ સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સહિત અનેક મહાનુભાવો અને વોર્ડ નંબર ચાર ના મતદારો ભાઈઓ અને બહેનો મોટી સંખ્યામાં લોક દરબારમાં ઉપસ્થિત રહ્યા હતા.
જાગૃત પ્રજાજનો ભાઈઓ અને બહેનોએ તેમના વિસ્તારમાં કરેલા વિકાસના કામો ની યાદી ધારાસભ્ય પાસેથી રૂબરૂ સાંભળીને આનંદની લાગણી વ્યક્ત કરી હતી.