જામનગરમાં બેડેશ્વર પાસે આવેલા વૈશાલીનગરમાં રહેતાં વૃધ્ધએ તેની ફરિયાદ દાખલ ન કરતા પોલીસ સ્ટેશન નજીકથી ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. આ બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના બેડેશ્ર્વરમાં આવેલા વૈશાલીનગરમાં રહેતાં હિરાભાઈ પરમાર નામના વૃધ્ધ તેના પુત્રવધૂ વિરુધ્ધ ફરિયાદ દાખલ કરાવવા પોલીસમથકે ગયા હતાં પરંતુ પોલીસે તેમની ફરિયાદ ન નોંધતા વૃધ્ધે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં પોલીસે વૃધ્ધને સારવાર માટે હોસ્પિટલે ખસેડયા હતાં. આ અંગેની જાણના આધારે પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ વૃધ્ધનું નિવેદન લેવા તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક વિગતમાં આપઘાતનો પ્રયાસ કરનાર વૃધ્ધ તેની પુત્રવધૂ વિરુધ્ધ પોલીસ ફરિયાદ કરવા આવ્યા હતાં પરંતુ પોલીસે ફરિયાદ ન લેતા તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો.