જામનગર શહેરમાં કબીર આશ્રમ વાડી શેરીમાંથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂની બોટલો ઝડપી હતી. મકાનમાલિક નાશી જતાં તેની શોધખોળ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં કબીર આશ્રમ વાળી શેરીમાં રહેતાં ધાર્મિક પ્રકાશ નંદા નામના શખ્સે રહેણાંક મકાનમાં દારૂ સંતાડયો હોવાની બાતમીના આધારે સિટી એ પોલીસે દરોડો પાડી રહેણાંક મકાનમાંથી રૂા. 4000 ની કિંમતની બે નંગ દારૂની બોટલો કબ્જે કરી હતી. દરોડા દરમિયાન આરોપી નાશી જતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી હતી.