Sunday, December 22, 2024
Homeરાજ્યકાલાવડ નજીક આઈસર ગાડી ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિઓને ઈજા

કાલાવડ નજીક આઈસર ગાડી ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિઓને ઈજા

બાલાચડી નજીક તૂફાન ગાડી ચાલકે સ્વીફટ કાર સાથે અથડાવતા બે વ્યક્તિઓને ઈજા

- Advertisement -

કાલાવડના જસાપર ગામથી રાજકોટ તરફ જતા માર્ગ પર વળાંક પાસે સિમેન્ટ ભરેલી આઈસર ગાડી ઝાડ સાથે અથડાતા બે યુવાનોને ઈજા પહોંચી હતી. બાલાચડી પાટીયા પાસે તુફાન ગાડીના ચાલકે બેફીકરાઇથી ગાડી ચલાવી સ્વીફટ કારને હડફેટે લેતા બે વ્યકિતઓને ઈજા પહોંચી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પંજેતરનગરમાં રહેતાં સદામશા રફિકશા બાનવા (ઉ.વ.29) નામનો યુવાન અને તેનો ભાઈ શાહરુખ બન્ને કાલાવડથી ડેરી વડાલા ગામે ગાડી નં.જીજે-13-એએકસ-0341 લઇને સિમેન્ટની ગાડી ઉતારવા જતાં હતાં. આ દરમિયાન આઈસરના ચાલકે જસાપર ગામથી આગળ રાજકોટ તરફના માર્ગે વળાંક ઉપર પૂરઝડપે અને બેફીકરાઇથી ચલાવી ગાડી પરથી કાબુ ગુમાવી રોંગસાઈડમાં આઇસર ગાડી ઝાડ સાથે ભટકાડી અકસ્માત સર્જયો હતો. જેમાં ફરિયાદી સદામશાને પગમાં પંજાના ભાગે ફેકચર તથા તેના ભાઈ શાહરુખને સામાન્ય ઈજા પહોંચી હતી આ અંગે સદામશા દ્વારા કાલાવડ ટાઉન પોલીસમાં આઈસર ગાડીના ચાલક હિરેનસિંહ સોઢા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બીજો બનાવ, બાલાચડી ગામના પાટીયા પાસે તુફાન ગાડીના ચાલકે પૂરઝડપે અને બેફીકરાઇથી ગાડી ચલાવી પોરબંદરના ફાયરબ્રિગેડ ઓફિસ પાછળ રહેતાં પ્રદિપભાઇ કરશનભાઈ જોગીયાની સ્વીફટ ડિઝાઈર ગાડી નંબર જીજે-1-કેએ-6488 માં ભટકાડી ફરિયાદીને ઈજાઓ પહોંચાડી હતી. આ અંગે પ્રદિપભાઈ દ્વારા જોડિયા પોલીસ સ્ટેશનમાં તુફાન ગાડી નંબર જીજે-08-ડી-9932 ના ચાલક વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular