Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરશૃંગેરી પીઠના શંકરાચાર્યજીનું જામનગરમાં આગમન

શૃંગેરી પીઠના શંકરાચાર્યજીનું જામનગરમાં આગમન

વિહિપના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષને ત્યાં ટુંકુ રોકાણ

જામનગરમાં શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી વિધુશેખર ભારતી મહાસ્વામીજી હવાઈમાર્ગે પહોંચ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંતના અધ્યક્ષ ભરતભાઈ મોદીના “મોદી ફાર્મહાઉસ” ખાતે ટૂંકું રોકાણ કર્યું હતું.

- Advertisement -

જામનગરના આંગણે દક્ષિણમાં આવેલી શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી વિધુશેખર ભારતી મહાસ્વામીજી વિશાળ શિષ્ય સમુદાય સાથે ખાસ વિમાન માર્ગે સાંજે પહોંચ્યા હતા અને સૌપ્રથમ તેઓ સૌરાષ્ટ્રની ભૂમિમાં જામનગર ખાતે વિશ્વ હિન્દુ પરિષદના સૌરાષ્ટ્ર પ્રાંત અધ્યક્ષ ભરતભાઈ મોદીના મોદી ફાર્મ હાઉસ ખાતે પહોંચ્યા હતા. જ્યાં ભરતભાઈ મોદી અને રાહુલભાઇ મોદીએ તેના પરિવારજનો સાથે શાસ્ત્રોકત પાદ્ય સ્વાગત પૂજા કરી હતી. આ પ્રસંગે જામનગર વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા અધ્યક્ષ ભરતભાઈ ડાંગરિયા, ઉપાધ્યક્ષ રમેશભાઈ તારપરા, સુબ્રમણ્યમ પિલ્લે, જિલ્લા સહમંત્રી હેમતસિંહ જાડેજા, જિલ્લા પ્રચાર પ્રસાર સંયોજક કિંજલભાઈ કારસરીયા, જિલ્લા ધર્મચાર્ય સંપર્ક સંયોજક સુરેશભાઈ ગોંડલીયા,અગ્રણી વ્રજલાલ પાઠક, દિનેશભાઈ મારફતિયા, નીરજભાઈ દતાણી, દિપકભાઈ પટેલ, મિહિરભાઈ કાનાણી, નીરુભા જાડેજા, હરેનભાઈ દાવડા, હરેશભાઈ દાવડા, પરાગભાઈ પટેલ સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી દર્શન કર્યા હતા.

- Advertisement -

આગામી 14 ઓકટોબરના દ્વારકા શારદાપીઠ ખાતે યોજાનાર શંકરાચાર્યજીના પીઠાધોરોહણ સમારોહમાં ખાસ ઉપસ્થિત રહેવા હિન્દુ ધર્મની મુખ્ય ચારેય પીઠના શંકરાચાર્યજી આવી રહ્યા છે ત્યારે જ શૃંગેરી પીઠના શંકરાચાર્યજી સ્વામી વિધુશેખર ભારતી મહાસ્વામીજીનું આગમન થયું છે. જે આગામી 15 ઓક્ટોબર સુધી દ્વારકામાં મુકામ કરનાર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular