જામનગર શહેરમાં અંધાશ્રમ નજીક બે યુવાનો ઉપર પાંચ જેટલા શખ્સોએ ફાયરીંગ કરી જીવલેણ હુમલાના પ્રયાસમાં ઘવાયેલા બંને યુવાનોને સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. ફાયરીંગ ની ઘટનાની જાણ થતા પોલીસ કાફલો હોસ્પિટલ અને ઘટના સ્થળ પર પહોચી ગયો હતો.
ફાયરિંગના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં રહેતો અને અનેક ગુનાઓમાં સંડોવાયેલો દિવ્યરાજસિંહ ચૌહાણ અને રાજવીરસિંહ રાઠોડ નામના બે યુવાનો ઉપર આજે સાંજે અંધાશ્રમ ફાટક નજીક ૮ થી ૧૦ જેટલા શખ્સોએ ફાયરીંગ કરી જીવલેણ હુમલો કર્યાના બનાવમાં ઈજાગ્રસ્ત દિવલો ડોન ઉર્ફે દિવ્યરાજસિંહ અને રાજવીરસિંહ ને સારવાર માટે જીજી હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતા પોલીસ કાફલો હોસ્પીટલે દોડી આવ્યો હતો અને ઘવાયેલા યુવાન દ્વારા ૮ થી ૧૦ જેટલા શખ્સોએ જૂની અદાવતનો ખાર રાખી ફાયરીંગ કરી હુમલો કર્યાનું જણાવતા પોલીસે આ બનાવમાં ફાયરીંગ થયું છે કે કેમ અને ક્યાં શખ્સો દ્વારા હુમલો કરાયો છે તે અંગેની તપાસ આરંભી હતી.