Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : વડાપ્રધાન મોદીને જામનગરથી વિદાય આપતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો

Video : વડાપ્રધાન મોદીને જામનગરથી વિદાય આપતા મુખ્યમંત્રી સહિતના મહાનુભાવો

સર્કિટ હાઉસ ખાતે ચીફ સેક્રેટરી, કલેકટર અને પોલીસવડા દ્વારા વિદાય: એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી અને ભાજપા અધ્યક્ષ સહિતના મહાનુભાવોએ ભાવભેર વિદાય આપી

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગઈકાલે જામનગરવાસીઓને કરોડોના વિકાસકાર્યોની ભેંટ આપ્યા બાદ જામનગર સર્કિટહાઉસ ખાતે રાત્રી રોકાણ કર્યું હતું. બાદમાં આજે તેઓ સર્કિટ હાઉસ ખાતેથી એરફોર્સ જવા રવાના થયા ત્યારે ચીફ સેક્રેટરી પંકજકુમાર, કલેકટર ડો.સૌરભ પારઘી, જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુંએ વડાપ્રધાનનો આભાર વ્યક્ત કર્યો હતો.

- Advertisement -

જામનગર એરફોર્સ ખાતેથી વડાપ્રધાન જામકંડોરણા જવા રવાના થયા ત્યારે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, સાંસદ સી.આર.પાટીલ, સાશક પક્ષના નેતા કુસુમબેન પંડયા, દંડક કેતનભાઈ ગોસરાણી, શિક્ષણ સમિતિના ચેરમેન મનીષભાઈ કનખરા, ખંભાળિયા વિધાનસભાના પ્રભારી ધર્મરાજસિંહ જાડેજા, વિમલભાઈ કગથરા, મેરામણભાઈ ભાટુ, પ્રકાશભાઈ બાંભણીયા, વિજયસિંહ, યુવા મોરચા પ્રભારી હરેન્દ્રસિંહ ગોહિલ સહિતના મહાનુભાવોએ ભાવભેર વિદાય આપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular