Monday, December 23, 2024
Homeરાજ્યહવે નગરપાલિકાના કર્મચારીઓ રાજ્ય સરકારની સામે મેદાને પડ્યા..!!

હવે નગરપાલિકાના કર્મચારીઓ રાજ્ય સરકારની સામે મેદાને પડ્યા..!!

પડતર પ્રશ્નોની માંગ સાથે ગામોમાં અંધારપટની

- Advertisement -

ગુજરાતમાં સંભવત: ડિસેમ્બર માસમાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાનાર છે. ત્યારે ગુજરાતના વિવિધ સરકારી એકમોના કર્મચારીઓએ તેઓની માંગણીઓને રજૂ કરી અને હડતાલ સહિતના આંદોલનો હાથ ધર્યા છે.

- Advertisement -

રાજ્યમાં જુદા-જુદા વિભાગો દ્વારા કરવામાં આવેલા આંદોલન બાદ હવે રાજ્યની નગરપાલિકાઓના કર્મચારીઓએ પણ તેઓની માંગણી રજૂ કરી અને અંધારપટ તથા હડતાલના એલાન કર્યા છે. અખિલ ગુજરાત પાલિકા કર્મચારી મંડળ દ્વારા ગાંધીનગર ખાતે પડતર પ્રશ્ર્નો અંગે હડતાલ આંદોલન ચાલી રહ્યું છે. તેમાં રાજ્ય સરકારને જાગૃત કરવાના ભાગરૂપે ગઈકાલે રવિવારે રાજ્યની નગરપાલિકાઓ પૈકી 157 નગરપાલિકાઓમાં કર્મચારીઓ દ્વારા સ્ટ્રીટ લાઇટ બંધ રાખીને અંધારપટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

સરકાર દ્વારા આગામી સમયમાં જો પાલિકાના કર્મચારીઓ દ્વારા રજૂ કરવામાં આવેલી માંગણીઓનો ઉકેલ નહિ આવે તો તા. 15 ઓક્ટોબરના રોજ રાજ્યની તમામ 157 નગર પાલિકાઓમાં લાઈટ, પાણી, સફાઈ જેવી આવશ્યક સેવાઓ સ્થગિત કરીને અચોક્કસ મુદત સુધી હડતાલ થશે. જેમાં પાલિકાના તમામ કર્મચારીઓ, કાયમી તથા હંગામી કર્મચારીઓ, રોજમદાર તથા કરાર આધારિત કર્મચારીઓ પણ જોડાશે. આ આંદોલનને ચીફ ઓફિસર યુનિયન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા ગત તારીખ 20 મી સપ્ટેમ્બરના રોજ કર્મચારીઓની મીટીંગ બોલાવી, તેઓના પ્રશ્ર્નોનું નિરાકરણ આવી જશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જે અંગે ઘણો લાંબો સમય વીતી ગયા છતાં પણ હજુ સુધી નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી નથી. પાલિકા કર્મચારીઓને તેમના પ્રશ્ર્નમાં નગરપાલિકાનું પસંદગી બોર્ડ રચવા, પંચાયતની જેમ જ નગરપાલિકા કર્મચારીઓને ગણવા, ડેપ્યુટી ચીફ ઓફિસરની કાયમી જગ્યા ઊભી કરવા, તમામ કર્મચારીના પગારો મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ દ્વારા કરવા, વર્ષોથી કામ કરતા રોજમદારોને કાયમી કરવાના મુદ્દા તેઓની માંગણીમાં છે. આ આંદોલનમાં ખંભાળિયા નગરપાલિકા યુનિયનના પ્રમુખ રાજપાર ગઢવી તથા એન.આર. નંદાણીયા વિગેરે પણ જોડાયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular