Friday, January 3, 2025
Homeરાજ્યજામનગરહથિયારો સાથે લૂંટની તૈયારી કરનાર આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુક્તી અદાલત

હથિયારો સાથે લૂંટની તૈયારી કરનાર આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુક્તી અદાલત

- Advertisement -

સને 2019ના અરસામાં એલસીબી પોલીસને બાતમી મળેલ કે, ખંભાળિયા હાઇવે ઉપર સાંઢીયા પુલ પાસે અગાઉ પિસ્તોલ અને હીથયારો સાથે પકડાયેલા આરોપી અને અગાઉ ખૂનની કોશિષ કરવાના ગુન્હામાં સંડોવાયેલ આરોપી અનિલ જગદીશ થાપલીયા ઉર્ફે અનિલ મેર તથા તેમના સાગરીતો કોઇ લૂંટ કરવાના ઇરાદે પોતાના પાસે છરી લોખંડના પાઇપ-ધારીયા અને તલવાર સાથે નિકળેલ હોય તેવી બાબતમી મળતાની સાથે જ એલસીબીના પોલીસ કર્મચારીઓએ રેઇડ કરતાં સાંઢીયા પુલ પાસે આરોપીઓ પૈકી અનિલ મેર પાસે છરી, નઇમ રાઠોડ પાસે કોયતો, મહમદ પંજા પાસે છરી, શબીર નાઇ પાસે ધારીયું, અસલમ શેખ પાસે લોખંડનો પાઇપ, ચેતન પરમાર પાસે તલવાર, કમલ વ્યાસ પાસે લોખંડનો પાઇપ, ભરત થાપલીયા પાસે છરી સાથે પકડાયેલ અને તમામ આરોપીઓ પાસે આ બાબતનું હથિયારોના પરવાના માગતા મળી આવેલ નહીં અને આરોપીઓ લૂંટ કરવાના ઇરાદે પૂર્વયોજીત કાવતરા સાથે શંકાસ્પદ હાલતમાં પકડાઇ આવતાં આરોપીઓને અટક કરવામાં આવી હતી.

- Advertisement -

આરોપી સામે સેશન્સ અદાલતમાં લૂંટની કોશિષ કરવાનો ગુન્હાનું ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. અદાલતે તમામ દલીલો નિવેદનો અને રેકર્ડ ધ્યાને લઇ અને આરોપી તરફે થયેલ દલીલો માન્ય રાખી અને આરોપીઓ અનિોલ મેર, ભરત મેર, શબીર નાઇ, ચેતન પરમાર, કમલ વ્યાસને નિર્દોષ ઠરાવી છોડી મુકેલ આ કેસમાં આરોપી તરફે વકીલ રાજેશ ડી. ગોસાઇ, વિશાલ વાય. જાની, હરદેવસિંહ આર. ગોહિલ, રજનીકાંત આર. નાખવા તથા આસી. નિતેષ મુછડીયા રોકાયેલા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular