કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામમાં રહેતાં મેર યુવાને મંગળવારે તેના ઘરે કોઇ કારણસર ઝેરી દવાના ટીકડા ખાઈ આપઘાતનો પ્રયાસ કરતાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા મેરુભાઈ માંડણભાઈ મોઢવાડિયા નામના 28 વર્ષના યુવાને ગત તા. 4 ના રોજ પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને વધુ સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નીપજ્યું હતું. મૃતક યુવાન મેરૂભાઈ તામસી સ્વભાવનો હોય, તેણે પોતાના પત્નીને વાડીમાં પાણી વારવા જવાનું કહેતા તેણીને ઘરનું કામ હોવાથી પાણી વારવા જવાની ના કરી હતી. જેથી મેરૂભાઈ ગત તા. 4 ના રોજ સવારના સમયે ઘરેથી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધું હોવા અંગેની જાણ મૃતકના પિતા માંડણભાઈ ભીમાભાઈ મોઢવાડિયાએ કલ્યાણપુર પોલીસને કરી છે. જે અંગેની નોંધ કરવામાં આવી છે.