જામનગર જિલ્લાના લાલપુર પંથકમાંથી પીજીવીસીએલ તંત્ર દ્વારા ચેકિંગ દરમિયાન ઝડપાયેલ 11 વિજ મીટરોમાંથી સર્કિટ સ્માર્ટ વિજ ચોરીના કેસમાં વિજ વિભાગની જીયુવીએનએલ પોલીસે ઉંડાણપૂર્વકની તપાસ બાદ એક વિજકર્મી સહિત બે શખ્સોની ધરપકડ કરી હતી અને બંને શખ્સો વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો.
જામનગરમાં છેલ્લા થોડા સમયથી વિજચોરીના કેસોમાં સ્માર્ટ વિજચોરી રજીસ્ટન્સ સર્કિટ ડિજિટલ વિજમીટરમાં દેખાડી બિલ નહીંવત આવે તે રીતે વિજ ચોરી થતી હતી. આ અંગે પીજીવીસીએલ તંત્ર દ્વારા ચેકિંગ દરમિયાન જુદા જુદા 11 વિજ મીટરોમાંથી 28 લાખની વિજ ચોરી ઝડપી હતી. લાલપુરમાં ગત તા. 17-18 જૂન-2022ના રોજ લાલપુર વિજ કચેરી દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. આ કેસમાં એડીજીપી અનુપસિંઘ ગહેલોત અને ડીઆઇજી એચ.આર. ચૌધરીના માર્ગદર્શન હેઠળ જામનગર જીયુવીએનએલ પોલીસ સ્ટાફ દ્વારા ઉંંડાણપૂર્વકની તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ તપાસ દરમિયાન વિજ ગ્રાહક અને આરોપીઓને મદદગાર કરનાર મિડીયેટર જયેશ વલ્લભ રાબડીયા તથા લાલપુર સબ ડિવિજનમાં અગાઉ ફરજ બજાવતાં આસિફ ઓસમાણ રાઉ મીટર રીડરને આપતા હતાં. વિજકર્મી અને સ્માર્ટ વર્કથી વિજચોરી કામગીરી કરી આપનાર રોજાભાઇ ઉર્ફે સાલેબીન અમરબિન સલાને મોકલતા હતાં. જેથી પોલીસ દ્વારા મદદગારી કરનાર તેમજ 11 વિજ ગ્રાહકો સહિત 20 સામે ગુનો નોંધ્યો છે. તેમજ વિજ કર્મચારી અને સ્માર્ટ વર્કથી વિજચોરી કરનાર બંને શખ્સોને ઝડપી લીધા હતાં.