Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરવડાપ્રધાન મોદીની જામનગરની મુલાકાત અન્વયે પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને બેઠક...

વડાપ્રધાન મોદીની જામનગરની મુલાકાત અન્વયે પ્રભારી સચિવ અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઈ

- Advertisement -

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જામનગર જિલ્લાની આગામી સંભવિત મુલાકાત અન્વયે જિલ્લાના પ્રભારી સચિવ તથા રાજ્યના લેબર કમિશનર અનુપમ આનંદના અધ્યક્ષ સ્થાને વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

- Advertisement -

બેઠકમાં પ્રભારી સચિવે વડાપ્રધાનના સંભવિત કાર્યક્રમ સંદર્ભે વિવિધ વિભાગો દ્વારા હાથ ધરવામાં આવેલ મંડપ વ્યવસ્થા, પાર્કિંગ વ્યવસ્થા, બેઠક વ્યવસ્થા, રૂટ પ્લાનિંગ, પરિવહન વ્યવસ્થા, પીવાના પાણીની તથા ટોયલેટ બ્લોકની સુવિધા, સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન વગેરે બાબતે સમીક્ષા કરી લગત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.

આ બેઠકમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મિહીર પટેલ, અધિક નિવાસી કલેક્ટર બી.એન.ખેર, સર્વે પ્રાંત અધિકારીઓ, કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ રાજ્ય તથા પંચાયત સહિતના સંલગ્ન વિભાગોના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular