જામનગર અંધજન તાલીમ સંસ્થામાં અંધજનો અને દિવ્યાંગ બાળકો માટે એક દિવસય ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જામનગરમાં મૈત્રી અંધજન તથા અન્ય દિવ્યાંગ વ્યક્તિઓના ઉત્કર્ષ માટે છેલ્લા 53 વર્ષથી કામ કરતા અંધજન તાલીમ કેન્દ્રના પરિસરમાં નવમા નોરતાના દિવસે મનોદિવ્યાંગ બાળકો અને પ્રજ્ઞાચક્ષુ બાળકો માટે નવરાત્રી મહોત્સવનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં શરીર અને મનની ક્ષતિ ધરાવતા લગભગ 35 બાળકો સહભાગી થયા હતાં. તબલાના તાલે અને સંગીતના સુરે તેઓ જુદી-જુદી રચનાઓ રજુ કરીને પોતાના મનની આનંદિત અભિવ્યક્તિ પ્રસ્તુત કરી હતી. આ પ્રસંગે લગભગ 60 જેટલા સ્થાનિક વાલીઓ પણ હાજર રહ્યા હતાં. સંસ્થાના ટ્રસ્ટી મંડળના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.