Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : આવતીકાલે દશેરાના શુભ દિવસે કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી મહાનગરપાલિકાને અર્પણ...

Video : આવતીકાલે દશેરાના શુભ દિવસે કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી મહાનગરપાલિકાને અર્પણ કરાશે

એચ.જે.લાલ (બાબુભાઇ લાલ) ચેરી. ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા જામ્યુકોની જમીન પર નિર્માણ કરાયું

- Advertisement -

એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરી. ટ્રસ્ટ તથા કેદારલાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા રતનબાઈની મસ્જિદ પાસે કેદાર લાલ સિટી ડિસ્પેન્સરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો આવતીકાલે દશેરાના શુભ દિવસે જામનગર મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવશે.

- Advertisement -

જૂના જામનગર શહેરના રહેવાસીઓ માટે જે-તે સમયે રતનબાઈની મસ્જિદ પાસે કાર્યરત સિટી ડિસ્પેન્સરી (નાની હોસ્પિટલ) આશિર્વાદરૂપ બની ચૂકી હતી. સમય જતા આ આરોગ્ય કેન્દ્ર બંધ થયું હતું. ત્યારબાદ જામનગર મહાનગરપાલિકાએ આ જૂની ઈમારત તોડી પાડી તેના સ્થાને સુવિધાયુકત નવી ઈમારત બાંધવા માટે એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરી. ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશનને જવાબદારી સોંપી હતી. જેના આધારે શહેરના રતનબાઈ મસ્જિદ વિસ્તારમાં જામનગર મહાનગરપાલિકાની જમીન ઉપર અંદાજિત રૂા.1 કરોડ 40 લાખના ખર્ચે કેદાર લાલ સિટી ડિસ્પેન્સરીનું નિર્માણ કરવામાં આવ્યું છે.

- Advertisement -

જૂના જામનગર શહેરમાં વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની રહેનારી કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી માટે ભોયતળિયું અને પ્રથમ માળનું અંદાજે 10 હજાર ફૂટનું બાંધકામ તેમજ જરૂરિયાત મુજબના ફર્નિચર સહિતની સુવિધા આ ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાઇ છે. જેમાં પાર્કિંગ, બાયો મેડીકલ વેસ્ટ વિભાગ, સ્ટોર રૂમ, બે ઓફિસ ખંડ, પ્રતિક્ષા ખંડ, પુરૂષ અને મહિલા માટેના અલગ વોર્ડ, અદ્યતન લેબોરેટરી, પરીક્ષણ વિભાગ, ઈન્જેકશન રૂમ, કેસ બારી, દવા વિતરણ રૂમ તેમજ નર્સિંગ સ્ટાફ રૂમ અને કોલ્ડ રૂમની સુવિધા રાખવામાં આવી છે. આ નવનિર્મિત્ત કેદાર લાલ સિટી ડિસ્પેન્સરીનું આવતીકાલે જામનગર મહાનગરપાલિકાને અર્પણ કરવામાં આવશે.

શહેરમાં આ કેદાર લાલ સિટી ડિસ્પેન્સરી કાર્યત થતા જૂના જામનગર શહેરના મોટા ભાગના વિસ્તારના લોકોને નજીકમાં જ સામાન્ય શારીરિક તકલીફો માટેની સારવાર ઉપલબ્ધ તો બનશે જ સાથે સાથે જી. જી. હોસ્પિટલનું ભારણ પણ ઓછું થશે. જેથી જનતાના તથા સરકારી તંત્રના સમય શકિત અને નાણાંનો પણ બચાવ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular