ધી રાજપૂત સ્પોર્ટસ એન્ડ સ્ટડી ર્સ્કલ અને અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘ જામનગરના સંયુકત ઉપક્રમે 5 ઓકટોબર વિજય દશમીના દિવસે બપોરે 2:30 વાગ્યે ટાઉનહોલ ખાતે 41મો સરસ્વતિ સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), કાર્યક્રમના ઉદઘાટક રા. કુમાર સ્ટેટ ઓફ લંભોવા દેવેન્દ્રસિંહ ઝાલા (દેવ સોલ્ટ પ્રા.લિ.), મુખ્ય મહેમાન એઆઈઆઈએમએસ રાજકોટ ડાયરેકટર ડો. ચંદનદેવસિંહ કટોચ, અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના મેનેજીંગ ટ્રસ્ટી ડો. જયેન્દ્રસિંહ જાડેજા, સત્યસાંઈ અને કેડમસ સ્કુલના સીઈઓ એકતાબા સોઢા, ન્યુરોસર્જન ડો. જીગરસિંહ જાડેજા, કાર્ડિયોલોજીસ્ટ ડો.ધુ્રવકુમારસિંહ જાડેજા તેમજ જામનગર રાજપૂત સમાજના અધિકારી-પદાધિકારી, સમાજના સામાજિક આગેવાન, દાતાઓ, સમાજની સંસ્થાઓના હોદ્ેદારો, કાર્યકર્તાઓ તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરશે. આથી સમાજના વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમજ સમગ્ર જામનગર રાજપૂત સમાજ પરિવારને ઉપસ્થિત રહેવા અખિલ ગુજરાત રાજપૂત યુવા સંઘના જિલ્લા પ્રભારી દિલીપસિંહ જેઠવાની યાદી જણાવે છે.