Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરસિંધી સમાજ દ્વારા આવતીકાલે દશેરા મહોત્સવનું આયોજન

સિંધી સમાજ દ્વારા આવતીકાલે દશેરા મહોત્સવનું આયોજન

પ્રણામી શાળા પાસેના મેદાનમાં રાવણ દહનનું આયોજન

- Advertisement -

જામનગર સિંધી સમાજ દ્વારા આવતીકાલે રાવણ દહન સાથે વિજયા દશમી પર્વની ઉજવણી કરવામાં આવશે. જામનગરના હિરજી મિસ્ત્રી રોડ ખાતે પ્રણામી શાળા પાસેના મેદાનમાં રાહવણ દહન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
જામનગરમાં સિંધી સમાજ દ્વારા પરંપરાગત રીતે નવરાત્રી બાદ આવતીકાલે વિજયા દશમી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે. ચૂંટણી આવી રહી હોય, જેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 10ના રોજ પ્રદર્શન મેદાન ખાતે જનસભા સંબોધવાના હોવાથી જેની તૈયારીઓ ચાલુ થઇ ચૂકી છે. જેને ધ્યાને લઇ આ વર્ષે રાવણ દહનનો કાર્યક્રમ પ્રદર્શન ગ્રાઉન્ડના બદલે પ્રણામી શાળા પાસેના મેદાનમાં આયોજન કરવામાં આવ્યું છે. સૌ પ્રથમ શહેરના નાનકપુરી ખાતેથી રામસવારી યાત્રાનો પ્રારંભ થશે. જે પવનચક્કી, હવાઇ ચોક, બર્ધનચોક, ચાંદીબજાર સહિતના શહેરના રાજમાર્ગો પર થઇ પ્રણામી ગ્રાઉન્ડ ખાતે પૂર્ણ થશે. જ્યાં રાવણ દહન કાર્યક્રમ યોજાશે.

- Advertisement -

આ તકે પ્રણામી ધર્માચાર્ય 108 કૃષ્ણમણિ મહારાજ આશિર્વચન પાઠવશે તેમજ મુખ્ય મહેમાન તરીકે હાલારના સાંસદ પૂનમબેન માડમ, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આર.સી. ફળદુ, પૂર્વમંત્રી અને ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, મેયર બીનાબેન કોઠારી, પૂર્વમંત્રી પરમાણંદ ખટ્ટર, જામનગર શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલ કગથરા, ડે.મેયર તપન પરમાર, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા તેમજ અતિથિ વિશેષ તરીકે વોર્ડ નં. 13ના કોર્પોરેટર બબીતાબેન લાલવાણી, વોર્ડ નં. 14ના કોર્પોરેટર લીલાવંતીબેન ભદ્રા, પૂર્વ ડે.મેયર રેખાબેન શર્મા ઉપસ્થિત રહેશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા સિંધી સમાજના પ્રમુખ ઘનશ્યામદાસ ગંગાવણી, જનરલ સેક્રેટર કિશોરકુમાર સંતાણી, ચેરમેન પરમાણંદ ખટ્ટર, પૂર્વ પ્રમુખ ઉધવદાસ ભૂગડોમલ, દશેરા કમિટીના ચેરમેન પ્યારેલાલ રાજપાલ, વા.ચેરમેન મનિષભાઇ કોહેરા, મુકેશભાઇ લાલવાણી, પરસોતમભાઇ કકલાણી, કો.ઓર્ડિનેટર ધનરાજ મંગવાણી તેમજ દશેરા કમિટીના કરમચંદ ખટ્ટર, અશોકકુમાર ખુબચંદાણી, જયકુમાર સેવકરામ, રાજકુમાર ખિલાણી, રાજકુમાર કેવલરામાણી, કપિલ મેઠવાણી, કાંતિલાલ આશવાણી, કાંતિલાલ રામચંદ, આશિષ કાંજીયાણી, પિન્ટુ ભિમલદાસ તથા રોહીત લાલવાણી સહીતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યાં છે. અસત્ય પર સત્યના વિજયના વિજ્યા દશમી પર્વ નિમિત્તે રાવણ દહન કાર્યક્રમમાં જામનગરની જનતાને જોડાવા સિંધી સમાજ દ્વારા અનુરોધ કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular