Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરફાયર શાખા દ્વારા નવરાત્રીના આયોજનના સ્થળે ફાયર સિસ્ટમની ચકાસણી કરાઇ

ફાયર શાખા દ્વારા નવરાત્રીના આયોજનના સ્થળે ફાયર સિસ્ટમની ચકાસણી કરાઇ

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ની ફાયર શાખા દ્વારા નવરાત્રીના પર્વને અનુલક્ષીને ગરબીના સ્થળે ફાયર સિસ્ટમની ચકાસણી કરવામાં આવી હતી, તો વાડીનાર ખાતે મોકડ્રિલ અને જામનગરના કારખાનેદારના મજૂરોને ફાયર સેફટી ના સાધનો અંગેની તાલીમ આપવામાં આવી હતી.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા ના ફાયર વિભાગ દ્વારા નવરાત્રીના તહેવારોને ધ્યાનમાં રાખીને શહેરમાં ચાલતી પ્રાચીન અર્વાચીન ગરબીના આયોજનના સ્થળ પર ફાયર શાખાની ટીમ દ્વારા ફાયર સેફટી ની સિસ્ટમ અંગેની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા વહીવટી તંત્રના આદેશ અનુસાર તાજેતરમાં IOC વાડીનાર ખાતે અને BPCL કંપની દ્વારા ઓઇલ લીકેજ અંગેની મોકડ્રીલ યોજાય હતી, આ મોકડ્રીલમાં જામનગર ફાયર શાખાના સ્ટાફે ઓઇલ લીકેજ સમયે કેવા પ્રકારની તકેદારીઓ રાખવી તેમજ જાન-માલનો કેવી રીતે બચાવ કરવો તેની વિસ્તૃત માહિતી આપી હતી.

- Advertisement -

જામનગરના શરૂ સેક્શન વિસ્તારમાં ઉદ્યોગ નગરમાં આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં TUV pvt. lmt. કેમિકલલેબમાં કામ કરતા કામદારોને ફાયર શાખા દ્વારા ફાયર સેફટી ના સાધનો અંગેની ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ સમગ્ર કામગીરી જામનગર મહાનગરપાલિકાના કમિશનર વિજયકુમાર ખરાડી, ડેપ્યુટી કમિશનર ભાવેશભાઈ જાની તેમજ જિલ્લા વહીવટી તંત્ર અને જામનગર ચીફ ફાયર ઓફિસર કે. કે. બિશ્નોઇના માર્ગદર્શન મુજબ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર સી.એસ. પાંડ્યન તેમજ સમગ્ર સ્ટાફે કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular