જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં આવેલ વાડીએ યુવકને દવાની વિપરીત અસર થવાના કારણે બેશુધ્ધ થઈ જતાં સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં યુવાનનું મોત નિપજ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર જિલ્લાના ધ્રોલમાં ચામુંડા પ્લોટ વિસ્તારમાં રહેતા અજય દેવરાજ સોલંકી (ઉ.વ.23) નામના યુવક ગત તા.1 ના રોજ વાડીએ દવા છાંટતી વખતે દવાની વિપરીત અસર થતા બેશુધ્ધ થઈ જતાં યુવકને તાત્કાલિક જામનગરની જી. જી. હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. દરમિયાન યુવકનું મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ એમ.એમ.હીરાણા દ્વારા કરાતા એએસઆઈ વી.ડી. રાવલિયા સહિતનો સ્ટાફ તાત્કાલિક હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.