Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરમોટી ખાવડીમાં ગેસ ટેન્કરમાં નિંદ્રાધિન ચાલકનું બેશુદ્ધ થઈ જતાં મોત

મોટી ખાવડીમાં ગેસ ટેન્કરમાં નિંદ્રાધિન ચાલકનું બેશુદ્ધ થઈ જતાં મોત

ટેન્કર પાર્ક કરી નિંદ્રાધિન હાલતમાં બેશુધ્ધ : સારવાર કારગત ન નિવડી : કાલાવડના મછલીવાડમાં દવાની અસર થતા યુવાનનું મોત : પોલીસ દ્વારા તપાસ

- Advertisement -

જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં ખાનગી કંપનીમાં ગેસ ટેન્કર પાર્ક કરી નિંદ્રાધિન રહેલા પ્રૌઢનું બેશુદ્ધ થઈ જતાં મોત નિપજ્યું હતું. કાલાવડ તાલુકાના મછલીવાડ ગામના સીમ વિસ્તારમાં આવેલા ખેતરમાં દવાનો છંટકાવ કરતા સમયે શ્રમિક યુવાનને ઝેરી અસર થતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર જિલ્લાના મોટી ખાવડીમાં આવેલી ખાનગી કંપનીમાં રાજસ્થાનનો વતની ભવરસીંઘ ઉદરસીંઘ રાવત (ઉ.વ.53) નામનો પ્રૌઢ ચાલક ગેસ ટેન્કરમાં ગેસ ભરવા આવ્યો હતો અને તે દરમિયાન ટેન્કર પાર્ક કરી નિંદ્રાધિન હતો ત્યારે બેશુદ્ધ થઈ જતાં કલીનરે ચાલકને ઉઠાડતા ઉઠયો ન હતો. જેથી પ્રૌઢ ચાલકને બેશુધ્ધ હાલતમાં જી. જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર મહેન્દ્રસિંઘ દ્વારા જાણ કરાતા હેકો જે.ડી.જેઠવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો બનાવ, કાલાવડ તાલુકાના મછલીવાડ ગામની સીમમાં આવેલા ખેતરમાં મજૂરી કામ કરતા કિરણભાઈ તરશીભાઈ દાવડા (ઉ.વ.23) નામનો શ્રમિક યુવાન તેના ખેતરમાં દવાનો છંટકાવ કરતો હતો તે દરમિયાન ઝેરી અસર થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના ભાઈ મગન દ્વારા જાણ કરાતા પોલીસે હોસ્પિટલ પહોંચી જઈ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular