Tuesday, January 7, 2025
Homeરાજ્યજામનગરજામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 4 નો સેવા સેતુ કાર્યક્રમ...

જામનગર મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 1 થી 4 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા તા.1 ના રોજ વોર્ડ નંબર 1 થી 4 નો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. જામનગરમાં વસવાટ કરતા લાભાર્થીઓને વિવિધ પ્રકારની જુદી-જુદી સેવાઓ એક જ સ્થળ પર મળી રહે તેવા આશયથી શહેરની મધ્યમાં આવેલા એમ.પી.શાહ મ્યુનિ સિપલ ટાઉનહોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી નું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું. આ સેવા સેતુ કાર્યક્રમમાં સરકારના અલગ અલગ વિભાગોમાં કુલ 1293 અરજીઓ આવી હતી.

- Advertisement -

આ સેવા સેતુ કાર્યક્રમ માં જામનગર મહાનગરપાલિકા અને મામલતદાર કચેરીની જુદી – જુદી સેવાઓ જેમકે, નવા આધાર કાર્ડ તથા આધારકાર્ડમાં સુધારો, આવકનો દાખલો, જાતિનો દાખલો, કુવરબાઈનુ મામેરુ ,દિવ્યાંગ બસ પાસ ,મરણોત્તર સહાય, ઈ- શ્રમ રજીસ્ટ્રેશન, જન્મ નોંધણી, સોપ રજીસ્ટ્રેશન, કારખાના લાયસન્સ, મોબાઇલ બેન્કિંગ, જન ધન યોજનાનું એકાઉન્ટ ખોલાવવું, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ યોજના, ડિજિટલ ટ્રાન્જેક્શન લિટ્રેસી, વિધવા સહાય, રાશન કાર્ડ માં સુધારા, પી.એમ. સ્વનિધિ, હેલ્થચેકઅપ,કોવિડ રસીકરણ કેન્દ્ર, પીજીવીસીએલ ને લગતી સેવાઓ, ટેક્સ વિભાગને લગતી અરજીઓ સહિતના વિભાગોએ શહેરીજનોને સેવાઓ પૂરી પાડી હતી, આ કાર્યક્રમનો અંદાજિત 1138થી વધુ શહેરીજનોએ લાભ લીધો હતો અને ટેક્સ વિભાગને લગતી 155 અરજીઓ મળી હતી. કુલ 1293 લાભાર્થીઓએ આજના સેવા સેતુ કાર્યક્રમમાં વિવિધ સેવાઓનો લાભ લીધો હતો.

આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, ડે.મેયર શ્રી તપનભાઇ પરમાર, સ્ટે.ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા ,શાસક પક્ષના નેતા કુસુમબેન પંડ્યા , દંડક કેતનભાઈ ગોસરાણી , કમિશનર વિજયકુમાર ખરાડી , નાયબ કમિશનર ભાવેશભાઈ જાની આસિસ્ટન્ટ કમિશનર કોમલબેન પટેલ એ સ્થળ નિરીક્ષણ કર્યું હતું. તેમજ વોર્ડ નં 1 થી 4 ના કોર્પોરેટરો એ ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular