Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરચોરી કરેલા 13 મોટરસાઇકલ સાથે બે શખ્સો ઝડપાયા

ચોરી કરેલા 13 મોટરસાઇકલ સાથે બે શખ્સો ઝડપાયા

રૂ 3,85,000 ની કિંમત ના 13 મોટરસાયકલ તથા 15 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,45,500ની કિંમતનો મુદ્દામાલ કબજે

- Advertisement -

જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટાફ દ્વારા જામનગર તાલુકાના ખોજાબેરાજા ની સીમમાંથી ચોરી થયેલ ત્રણ મોટરસાયકલ સહિત રૂપિયા 3,85,000 ની કિંમત ના 13 મોટરસાયકલ તથા 15 મોબાઇલ ફોન મળી કુલ રૂપિયા 4,45,500ની કિંમતનો મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર ના પંચકોશી બી ડિવિઝનમાં નોંધાયેલ મોટરસાયકલની ચોરીના ગુનામાં તેમજ અન્ય અલગ-અલગ જગ્યાએથી મોટરસાયકલ તેમજ મોબાઇલ ફોનની ચોરી કરનાર બે શખ્સો ખોજાબેરાજા ની સીમમાં બાવળની ઝાડીમાં હોવાની જામનગર પંચકોશી એ ડિવિઝનના એએસઆઇ એમ.એલ. જાડેજા તથા હે.કો. નિર્મલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો. મયુરસિંહ જાડેજા ને મળેલ બાતમીના આધારે જામનગર જિલ્લા પોલીસ વડા ની સુચના અને જામનગર ગ્રામ્ય ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક કૃણાલ દેસાઈ ના માર્ગદર્શન હેઠળ ડિવિઝનના સ્ટાફે બાતમીવાળી જગ્યાએ રેઈડ દરમિયાન કાહરું મોજું મેડા તેમજ જીતેન સુબલા હિટલા નામના બે શખ્સોને રૂપિયા 3,85,000ની કિંમતની 13 મોટરસાયકલ તેમજ રૂપિયા 60,500ની કિંમતના ૧૫ મોબાઇલ ફોન સાથે ઝડપી લીધા હતા.

- Advertisement -

આ કાર્યવાહી પંચકોશી એ ડિવિઝનના પીએસઆઇ આર.એ.વાઢેર, એસ આઈ એમ.એલ. જાડેજા, હે.કો. નિર્મલસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, પો.કો મયુરસિંહ જાડેજા, પુષ્પરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular