જામનગર શહેરના સુભાષમાર્કેટ પાસે અંબિકા ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં 58મા વર્ષે આયોજિત નવરાત્રિ મહોત્સવમાં બાળાઓ દ્વારા વિવિધ રાસ ગરબા દ્વારા માતાજીની આરાધના કરવામાં આવી રહી છે.
જેમાં બિપીનભાઈ વાઘેલા, રાજુ મનિક રાય, પ્રિયાંશી જેઠવા, સંગીત નિર્દેશક ઉદયનભાઈ ભટ્ટ નિર્દેશીત રાસ ગરબામાં બાળાઓ દ્વારા વિવિધ રાસ ગરબા રજૂ કરવામાં આવે છે. આ ગરબી મંડળનું અનિલભાઈ ગોંડલિયા, હસમુખભાઇ ગોંડલિયા સહિતના દ્વારા આયોજન કરવામાં આવી રહ્યું છે.