Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVideo : કડિયાવાડમાં રાંદલ અંબિકા ગરબી મંડળમાં યુવકો દ્વારા સળગતા સાથિયા વચ્ચે...

Video : કડિયાવાડમાં રાંદલ અંબિકા ગરબી મંડળમાં યુવકો દ્વારા સળગતા સાથિયા વચ્ચે રાસ

ચારણ સમાજની ગરબીમાં આકર્ષણનું કેન્દ્ર મણિયારો રાસ: આદર્શ ગરબી મંડળનો ટ્યૂબલાઇટ મંડપ આકર્ષણનું કેન્દ્ર : આદ્ય શકિત ગરબી મંડળમાં અઠંગો રાસ

- Advertisement -

જામનગરમાં પ્રાચિન ગરબીઓમાં બાળાઓ દ્વારા તેમજ યુવકો દ્વારા રાસ ગરબા રમી માતાજીની આરાધના થઈ રહી છે.

- Advertisement -

ખાસ કરીને કેટલીક ગરબીઓમાં સળગતી ઈંઢોણી, તલવાર રાસ, અઠંગો રાસ, મસાલ રાસ, સળગતા સાથિયા વચ્ચે યુવકો દ્વારા રાસ રમી નવરાત્રિ પર્વની ઉજવણી થઈ રહી છે. જામનગર શહેરના કડિયાવાડ વિસ્તારમાં આવેલ રાંદલ અંબિકા ગરબી મંડળમાં બાળાઓ તથા યુવકો દ્વારા માતાજીની આરાધના થઈ રહી છે જેમાં યુવકો દ્વારા સળગતા સાથીયા વચ્ચે રાસ રમ્યો હતો. જેને નિહાળવા આ વિસ્તારના લોકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં અને આ રાસને નિહાળી યુવકોને પ્રોત્સાહિત કર્યા હતાં.

- Advertisement -

જામનગરમાં નવરાત્રીની પ્રાચીન-અર્વાચીન રાસોત્સવમાં ઉજવણી થઇ રહી છે. જામનગર શહેરના ગોકુલનગર નજીક આઇશ્રી સોનલમાઁ શૈક્ષણિક અને સામાજિક ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આઇશ્રી સોનલમાં ઉત્સવ સમિતિના નેજા હેઠળ નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. જેમાં ખાસ કરીને મણિયારો રાસ આકર્ષણનું કેન્દ્ર બને છે. ચારણ સમાજની આ ગરબી નિહાળવા આ વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટે છે.

જામનગર શહેરમાં અનેક પ્રાચિન ગરબીઓ રંગ જમાવી રહી છે. ખાસ કરીને જામનગર શહેરની કેટલીક ગરબીઓ અનેરું મહત્વ અને આકર્ષણ ધરાવે છે. જામનગર શહેરના ગાંધીનગર વિસ્તારમાં આદર્શ ગરબી મંડળ તેના લાઈટીંગ વાળા મંડપથી આ વિસ્તારમાં જાણીતી ગરબી છે. છેલ્લાં 48 વર્ષથી આ ગરબીનું આયોજન કરવામાં આવે છે. ટયુબલાઈટના મંડપ ડેકોરેશન વચ્ચે 44 જેટલી બાળાઓ બે ગુ્રપમાં વિવિધ રાસ ગરબા રજૂ કરે છે. આ વિસ્તારના લોકો આ ગરબી નિહાળવા મોટી સંખ્યામાં ઉમટે છે.

- Advertisement -

જામનગર શહેરના મચ્છરનગર વિસ્તારમાં આદ્ય શકિત ગરબી મંડળ દ્વારા નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. છેલ્લાં 45 વર્ષથી યોજાતી આ ગરબીમાં મસાલ રાસ તેમજ અઠંગો રાસ સહિતના વિવિધ રાસ ગરબા મંડળના બાળાઓ તથા યુવકો રજૂ કરે છે. જેમાં આ વર્ષે 33 બાળાઓ તથા 32 યુવકો દ્વારા વિવિધ રાસ ગરબા યોજાઈ રહ્યા છે. આ ગરબીનું રામદેવસિંહ ઝાલા, જયદીપસિંહ સોઢા, કિર્તીરાજસિંહ જાડેજા સહિતના આયોજકો દ્વારા આયોજન થઈ રહ્યું છે.આદ્ય શકિત ગરબી મંડળમાં અઠંગો રાસ

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular