Sunday, December 22, 2024
HomeબિઝનેસStock Market Newsસોમવારે પણ શેરબજારમાં કોહરામ, રૂપિયાનું ધોવાણ

સોમવારે પણ શેરબજારમાં કોહરામ, રૂપિયાનું ધોવાણ

- Advertisement -

ભારતીય શેરબજાર તથા કરન્સી માર્કેટમાં તિવ્ર મંદીનો દોર યથાવત જ રહ્યો હોય તેમ આજે નવા સપ્તાહના પ્રારંભે પણ કડાકો સર્જાયો હતો. સેન્સેક્સમાં 850 પોઇન્ટથી વધુનું ગાબડુ પડ્યું હતું. જ્યારે ડોલર સામે રૂપિયો 57 પૈસા પટકાઈને 81.56ની નવી નીચાઈએ ઉતરી ગયો હતો. નાણાકીય બજારોમાં આજે માનસ મંદીનું જ બની રહ્યું હતું. વિશ્વબજારોમાં કડાકા-ભડાકાનો પ્રત્યાઘાત હતો. ઘરઆંગણાના ઘટનાક્રમોએ પણ મોટો ભાગ ભજવ્યો હતો. ભારતની વિદેશી હુંડીયામણ અનામત 2008ની મંદી કરતાં પણ ઝડપભેર ઘટી રહી હોવાના રિપોર્ટને પગલે ગભરાટનું વાતાવરણ સર્જાયું હતું. આ સિવાય વિશ્ર્વ સ્તરે આર્થિક મંદી સર્જાવાની ચેતવણીનો પણ ફફડાટ હતો. વિદેશી નાણા સંસ્થાઓ નવેસરથી જંગી વેચાણ કરવા લાગતા તથા કરન્સી માર્કેટમાં રૂપિયાના ધોવાણ જેવા ઘટનાક્રમોએ પણ મંદીમાં ભાગ ભજવ્યો હતો. રૂપિયાની નબળાઈથી આયાત મોંઘી થશે, ફરી મોંઘવારીનો ડામ લાગવા ઉપરાંત અર્થતંત્રને પણ ફટકો પડવાની ભીતિ વ્યક્ત થતી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular