કાલાવડના જસાપરમાં મંદિર તથા ઘરમાં ચોરી કરનાર ટોળકીને ગ્રામજનોએ મેથી પાક ચખાડ્યો હતો અને પૂછપરછ કરી હતી.
કાલાવડ તાલુકાના જસાપર ગામે થોડાક દિવસ પૂર્વે મંદિર માંથી સોનું, ચાંદી, રોકડ રકમ અને મંદિર ની જ બાજુ ના ઘર માંથી સોનું અને રોકડા રૂપિયાની ચોરી થઇ હતી. ચોરી કરીને નાશી ગયેલા ચોર ને જસાપર ગામ ના લોકોએ પકડી પાડ્યા હતા. ગામ લોકો એ ચોર ને ઝાડ સાથે બાંધી ચોરી કબુલાવીને મેથી પાક ચખાડ્યો હતો. ગામ લોકોએ ચોર ને પકડીને કાલાવડ ટાઉનપોલીસ ને સોંપ્યા હતા. કાલાવડ ટાઉન પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી ગુન્હો નોંધી તપાસ હાથ ધરી હતી.