કોઇમ્બતુર ભાજપ કાર્યાલય પર આજે પેટ્રોલ બોમ્બ ફેંકી હુમલો કરાયો હતો. ભાજપ કાર્યકર્તા આ ઘટનાને ગઈકાલે પીએફઆઈ વિરુદ્ધ કરવામાં આવેલા દરોડાની કાર્યવાહી તરીકે જોવામાં આવે છે. કાર્યકર્તા નંદકુમારે જણાવ્યું હતું કે અમારી ઓફિસ પર પેટ્રોલ બોમ્બ ફેંકવામાં આવ્યો છે. આવી રીતે આતંકી હુમલા થાય છે. આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ ક્રોધે ભરાયેલા ભાજપ કાર્યકર્તાઓએ જોરદાર દેખાવો કર્યા હતા. બાદમાં ઘટનાસ્થળે પહોંચી પોલીસે મોરચો સંભાળી લીધો હતો. ઉલ્લેખનીય છે કે આજે પણ પીએફઆઈ વિરુદ્ધ દરોડા પાડવામાં આવ્યા હતા.