કાલાવડ તાલુકામાં આવેલ અક્ષર સ્પ્રીટેકસ કંપનીમાં મજૂરીકામ કરતા પ્રૌઢ બેભાન થઈ જતાં સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યાં હતાં. જયાં ફરજ પરના તબીબોએ મૃત્યુ નિપજ્યાનું જાહેર કર્યુ હતું.
આ બનાવ અંગેની, મૂળ ઓડીશાના કાલારાડી જિલ્લાના ગોલામુંડા ગામના અને હાલમાં કાલાવડ તાલુકામાં રહેતા રતનલાલ હરીલાલ ભોઈ (ઉ.વ.52) નામના પ્રૌઢ મજૂરીકામ કરતા હોય બુધવારે સવારના સમયે અક્ષર સ્પ્રીટેકસ નામની કંપનીમાં કોઇ કારણસર બેભાન થઈ જતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં સારવાર કારગત નિવડે તે પૂર્વે તેમનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્રી દેબકીબેન હીરલભાઈ દેવાણી જાણ કરાતા હેકો પી.એન. સોઢા સહિતના સ્ટાફ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરી હતી.