Monday, December 23, 2024
Homeસ્પોર્ટ્સભારતીય મહિલા ટીમે 23 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં વન-ડે શ્રેણી જીતી

ભારતીય મહિલા ટીમે 23 વર્ષ બાદ ઇંગ્લેન્ડમાં વન-ડે શ્રેણી જીતી

- Advertisement -

ભારતીય મહિલા ટીમે બીજી વન-ડેમાં ઈંગ્લેન્ડને 88 રને કચડી શ્રેણીમાં 2-0ની ‘અજેય’ લીડ હાંસલ કરી લીધી છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાએ 23 વર્ષ બાદ ઈંગ્લેન્ડની ધરતી પર રમીને વન-ડે શ્રેણી પર કબજે કર્યો છે. આ પહેલાં ભારતે ઈંગ્લેન્ડમાં 1999ની સાલમાં વન-ડે શ્રેણી 2-1થી જીતી હતી. ટીમ ઈન્ડિયાની જીતની હિરો કેપ્ટન હરમનપ્રીત કૌર રહી હતી જેણે રેકોર્ડ સદી બનાવી હતી જ્યારે રેણુકા સિંહે ઘાતક બોલિંગ કરતાં ચાર વિકેટ ખેડવી હતી. ભારતે પાંચ વિકેટે 333 રન બનાવ્યા હતા જેના જવાબમાં ઈંગ્લેન્ડ 44.2 ઓવરમાં 245 રને ઓલઆઉટ થઈ ગઈ હતી. આ પહેલાં ભારતીય મહિલા ટીમે કેપ્ટન હરમનપ્રિત કૌર (અણનમ 143 રન)ની સદી અને હરલીન દેઓલ (58 રન)ની શાનદાર ઈનિંગની મદદથી ઈંગ્લેન્ડ વિરુદ્ધ પાંચ વિકેટે 333 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો.

- Advertisement -

હરમનપ્રિતે 111 બોલનો સામનો કરતાં પોતાની અણનમ ઈનિંગમાં 18 ચોગ્ગા અને ચાર છગ્ગા લગાવ્યા હતા જ્યારે હરલીને 72 બોલનો સામનો કર્યો હતો જેમાં પાંચ ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 58 રન બનાવ્યા હતા. આ બન્ને વચ્ચે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી થઈ હતી. બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ ભારતને પહેલો ઝટકો બીજી જ ઓવરમાં લાગ્યો જ્યારે શેફાલી વર્મા (આઠ રન) કેટ ક્રાસની બોલિંગમાં બોલ્ડ થઈ હતી. ત્યારબાદ સ્મૃતિ મંધાના અને યાસ્તિકા ભાટિયાએ બીજી વિકેટ માટે 54 રનની ભાગીદારી કરી હતી. જો કે ભાટિયા 12મી ઓવરમાં આઉટ થનારી ટીમની બીજી ખેલાડી રહી જેણે 26 રન બનાવ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular