સસોઇ બાદ રણજીતસાગરને પણ નર્મદા નીરથી છલકાવી દેવામાં આવ્યો છે.અપૂરતાં વરસાદને કારણે સસોઇ અને રણજીતસાગરમાં આ વર્ષે પાણીની આવક ઓછી રહેતાં રાજય સરકારે સૌ ની યોજના અંતર્ગત પહેલાં સસોઇમાં નર્મદાનું પાણી ઠાલવી તેને છલકાવી દેવાયો હતો.
ત્યારબાદ રણજીતસાગરમાં દૈનિક ર00 કયુસેકના ધોરણે નર્મદાનું પાણી ઠાલવી તેને પણ ડેમની 27.5 ફુટની ઉચ્ચતમ સપાટીએ ભરી દેવામાં આવતાં આજે સવારે જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ છલકાવા લાગ્યો હતો. આ ડેમમાંથી જામનગર શહેર માટે દૈનિક રપ એમએલડી પાણી મેળવવામાં આવે છે. આ જળાશયની ખાસિયત એ છે કે, તેમાંથી પાણી ઉપાડવા માટે જામ્યુકોને કોઇપણ જાતનો ખર્ચ કરવો પડતો નથી. ગ્રેવિટીથી જ જામનગર સુધી ડેમનું પાણી પહોંચી જાય છે.