બ્રિટનમાં હિન્દુ-મુસ્લીમો વચ્ચે હુલ્લડ બાદ હવે હિન્દુ મંદિર પર હંગામો સર્જવામાં આવ્યો હતો અને એકત્રિત ટોળાએ ‘અલ્લાહ હૂ અકબર’ના નારા લગાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશ્યલ મીડીયામાં વાઇરલ થયો છે.
બ્રિટનમાં કોમી ઉન્માદ-ઉશ્કેરણી સર્જતા બનાવો વધવા લાગ્યા છે. ભારત-પાકિસ્તાન વચ્ચેના એશિયા કપના મેચ બાદ લિસ્ટરમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થયા હતા. હવે સ્મેથવિક શહેરમાં તનાવ સર્જાયો છે. 200થી વધુ મુસ્લિમોના ટોળાએ હિન્દુ મંદિર પર ધસી જઇને અલ્લાહુ અકબરના નારા લગાવ્યા હતા.
વેસ્ટ મીડલેન્ડના દુર્ગાભવન પર આ બનાવ બન્યો હતો. એક વર્ગ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમાં ટોળાને ઉશ્કેરતા ભાષણ થયા હતા. સુરક્ષા જવાનો ઉશ્કેરણી અને હંગામો રોકતા રહ્યા હતા. કેટલાંક તોફાનીઓ મંદિરની દિવાલ પર પણ ચડી ગયા હતા.
વાયરલ વીડિયોમાં 200થી વધુ લોકોનું ટોળુ મંદિર તરફ ધસતુ નજરે ચડે છે અને તે દરમ્યાન ઉગ્ર નારેબાજી સંભળાય છે. લિસ્ટર જેવો જ ઘટનાક્રમ હોવાનું કહેવાય છે. લિસ્ટરમાં હુલ્લડ સર્જીને મંદરિ પર તોડફોડ થઇ હતી ત્યારે હિન્દુ મુસ્લીમો વચ્ચે ઘર્ષણ થયું હોવાનું ઉલ્લેખનિય છે. ભારતીય દુતાવાસે આ ઘટના વિશે વિરોધ દર્શાવીને ઉચ્ચસ્તરીય તપાસની પણ માંગ કરી હતી.