Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરVIDEO : માલધારીઓ દ્વારા એક દિવસ દૂધ ન વેચવાના નિર્ણયના કારણે જામનગરમાં...

VIDEO : માલધારીઓ દ્વારા એક દિવસ દૂધ ન વેચવાના નિર્ણયના કારણે જામનગરમાં મોડી રાત્રે લોકો દૂધ લેવા દોડ્યા

માલધારીઓ દ્વારા દુધની પાર્સલ ભરેલી ગાડીઓ રોકવાનો પ્રયાસ કરાતા પોલીસ કાફલો દોડી ગયો

- Advertisement -

 

- Advertisement -

રાજ્યભરમાં માલધારી સમાજ દ્વારા ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો નાબુદ કરવા સહિતની માંગણીઓને લઇને આજરોજ દૂધ વિતરણ બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું છે. જ્યારે ગઈકાલે રાત્રિના સમયે લોકો દૂધ લેવા માટે ઉમટયા હતાં. આ ઉપરાંત માલધારીઓ દ્વારા દૂધનો જથ્થો લઇ આવતી ગાડીઓ રોકવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ દોડી ગઈ હતી.

- Advertisement -

રાજ્યમાં માલધારી સમાજે સરકાર સામે બાંયો ચઢાવી છે. ગુજરાત શહેરી ઢોર નિયંત્રણ કાયદો નાબુદ કરવા સહિતની વિવિધ માંગણીઓ માલધારી સમાજ દ્વારા કરવામાં આવી છે. જેને લઇને આજરોજ સમગ્ર ગુજરાતમાં માલધારીઓ દ્વારા ડેરીઓમાં તેમજ ઘરે-ઘરે દૂધ આપવાનું નહીં જાય જેને પગલે ગઈકાલે રાતથી લોકો દ્વારા દૂધનો સ્ટોક કરી લેવા માટે પડાપડી કરી હતી. જામનગર શહેરમાં પણ આજરોજ માલધારી સમાજ દ્વારા દૂધ વિતરણ બંધ કરી વિરોધ નોંધાવવામાં આવનાર છે. જેને પગલે ગઈકાલે રાત્રે કેટલાંક સ્થળોએ દૂધની ખરીદી કરવા લોકોની ભીડ જામી હતી.
આ ઉપરાંત ગઈકાલે દૂધનો જથ્થો લઇ આવતી ગાડીઓને મારૂ કંસારા રણજીતસાગર રોડ પર કેટલાંક લોકો દ્વારા રોકવાનો પ્રયાસ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને દૂધનો જથ્થો ભરેલી ગાડીઓને નિશ્ર્ચિત સ્થળે રવાના કરવામાં આવી હતી તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે લાલપુર બાયપાસ નજીક ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular