પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે જામનગર જીલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ મુંગરા ના માર્ગદર્શન મુજબ સેવા પખવાડિયા અંતર્ગત જામનગર જિલ્લા ના નામાંકિત બાળરોગ નિષ્ણાંત ડો.કલ્પેશ એસ. મકવાણા દ્વારા કુપોષણ નાબૂદી અભિયાન અંતર્ગત કુપોષિત બાળકો ને અનુલક્ષીને ૧૪ મા ફ્રી કેમ્પ નું આયોજન કાલાવડ તાલુકા ના મોટા વડાળા ખાતે PHC મા તા.૧૮ ના રોજ કરવામાં આવ્યું હતું .જેમાં બાળકોના આરોગ્ય વિશે જાગૃતી વધારવા તેમજ બીમાર તથા કુપોષિત બાળકો ને પ્રાધાન્ય આપવા વિનામુલ્યે નિદાન તેમજ વિના મુલ્યે દવા વિતરણ ના કેમ્પ નુ આયોજન તેમના હોસ્પિટલનાં સ્ટાફ સાથે કરવામાં આવ્યું હતું.
આ કેમ્પ મા કુપોષિત બાળકો ની સાથે સાથે વાતાવરણ ના લિધે તાવ, શર્દી, ઉધરસ, ઝાડા- ઉલ્ટી , તેમજ અપચો થવો, ચામડી ના રોગો જેવા અનેક પ્રકાર ના બાળ દર્દીઓ ને તપાસવા મા આવ્યા હતા અને બહોળી સંખ્યા મા લોકો એ કેમ્પ નો લાભ લીધો હતો.
આ કેમ્પ મા કાલાવડ તાલુકા ભાજપ પ્રમુખ સંજયભાઈ ડાંગરિયા, કાલાવડ તાલુકા પંચાયત પ્રમુખ એમ.પી. ડાંગરિયા , કાલાવડ તાલુકા ભાજપ મહામંત્રી છગનભાઈ સોરઠિયા , એ.પી.એમ.સી. કાલાવડ ચેરમેન યુવરાજસિંહ જાડેજા , સરપંચ નિકુંજભાઈ કોટડિયા , ઉપસરપંચ ઈકબાલભાઈ, રાજેશભાઈ સોજીત્રા, ધિરુભાઈ મેનપરા, હિતેષભાઈ વાડોદરિયા, તેમજ મોટા વડાળા ગ્રામ પંચાયત સદસ્યો અને આસપાસ ના ગામ ના આગેવાનો હાજર રહ્યા હતા.