વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે ગુજરાતભરમાં તાલુકા, નગરપાલિકા અને મહાનગરના વોર્ડમાં વિવિધ થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી. જેમાં જામનગર મહાનગર ખાતે વિવિધ વોર્ડ અને મહાનગર સ્પર્ધા સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે યોજવામાં આવી હતી. રાજ્યના 590 જગ્યા પર 51 હજારથી પણ વધુ સ્થાનો પર વિવિધ થીમ પર રંગોળી સ્પર્ધા યોજાઈ હતી.
જેમાં રંગોળીના મુખ્ય વિષય આઈએનએસ વિક્રાંત, વંદે ભારત ટ્રેન, રામ મંદિર, 370 ની કલમ, સીએએ, સ્વચ્છતા અભિયાન, ઉજ્વલા યોજના, મોદી વર્લ્ડ લીડર, કોરોના વેક્સિન, સર્જીકલ સ્ટ્રાઈક, વગેરે વિષયો ઉપર આયોજન થયું હતું.
જામનગર મહાનગર ખાતે ૫૫૬ યુવાનોએ ઉત્સાહથી ભાગ લીધો હતો. જેમાં જામનગર મહાનગર ખાતે સૌથી મોટી ૨૮×૧૪ ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં સ્વામિ વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડના ઝોન સંયોજક દિલીપભાઈ ગઢવી તેમજ મહાનગર સંયોજક હિતેનભાઈ બાંભણીયા દ્વારા આયોજન પરિપૂર્ણ થયું. આ કાર્યક્રમમાં ભાજપ શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, મેરામણભાઇ ભાટુ અને સ્વામિનારાયણ ગુરુકુળ સંસ્થાના ટ્રસ્ટી પિયુષભાઈ પટેલ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.