Tuesday, December 24, 2024
Homeરાજ્યખંભાળિયામાં પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો "વિશ્વાસથી વિકાસ યાત્રા" કાર્યક્રમ યોજાયો

ખંભાળિયામાં પર્યાવરણ મંત્રીના અધ્યક્ષ સ્થાને જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસ યાત્રા” કાર્યક્રમ યોજાયો

ગ્રામ્ય અને શહેરી વિસ્તારના સ્વસહાય જૂથોને ચેક વિતરણ કરવામાં આવ્યું

- Advertisement -

રાજ્ય સરકાર દ્વારા વીસ વર્ષના વિશ્વાસ દ્વારા સાધેલા વિકાસની ઉજવણી જિલ્લા કક્ષાએ વિવિધ કાર્યક્રમો દ્વારા કરવામાં આવી રહી છે. જે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયામાં ટાઉનહોલ ખાતે આજરોજ શનિવારે વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

- Advertisement -

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય અને શહેરી વિસ્તારનાં સ્વસહાય જૂથોનો ચેક વિતરણનો આ કાર્યક્રમ પર્યાવરણ, ક્લાઇમેન્ટ ચેન્જ, છાપકામ, અને સ્ટેશનરી વિભાગના કેબીનેટ મંત્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને યોજવામાં આવ્યો હતો.

વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ તેમજ શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વસહાય જૂથને ચેક વિતરણ કરવામાં આવી રહ્યું છે.
આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી કિરીટસિંહ રાણાએ જણાવ્યું હતું કે, “સૌ પ્રથમ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના જન્મદિવસ નિમિતે દેવભૂમિ દ્વારકા જિલ્લા વતી શુભકામના પાઠવું છું. ગ્રામ્ય કક્ષાએ મહિલાઓમાં રહેલ આંતરિક શક્તિને ઉજાગર કરી આર્થિક બાબતે આત્મનિર્ભર બને અને જુદા જુદા વ્યવસાયથી રોજગારી મેળવતા થાય તે માટે બહેનોને સંગઠિત કરી સ્વસહાય જૂથો બનાવવામાં આવ્યા છે. વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ અને શહેરી વિકાસ તેમજ શહેરી ગૃહ નિર્માણ વિભાગના સંયુક્ત ઉપક્રમે આજે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં સ્વ સહાય જૂથોને ચેક વિતરણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં કુલ 31 સ્વસહાય જૂથોને રિવોલવિંગ ફંડ પેટે રૂ. 8.70 લાખ, 20 સ્વસહાય જૂથોને કોમ્યુનિટી ઇન્વેસ્ટમેન્ટ ફંડ પેટે રૂ. 23 લાખ તેમજ કેશ ક્રેડિટ લોન પેટે જિલ્લાના 320 સ્વસહાય જૂથોને કેશ ક્રેડિટ લોનની સૈદ્ધાંતિક મંજૂરી બેંકો દ્વારા આપવામાં આવી છે. આ સિવાય શહેરી વિસ્તારના પીએમ સ્વનિધિ તથા કેશ ક્રેડિટ લોનના લાભોનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. તેમજ આયુષ્યમાન કાર્ડનું પણ વિતરણ કરવામાં આવ્યું છે.”

- Advertisement -

કેબિનેટ મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, બહેનોને તાલીમ, બેન્ક લિંકેજ અને માર્કેટિંગ સહકાર પૂરો પાડવા સમગ્ર દેશમાં દિન દયાલ અંત્યોદય યોજના હેઠળ રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન કાર્યરત છે. સરકાર દ્વારા મહિલાઓ માટે અનેકવિધ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેથી મહિલાઓ આ યોજનાઓનો લાભ લઇ આત્મનિર્ભર બની શકે.
આ પ્રસંગે પૂર્વ ચેરમેન મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે, “સરકાર દ્વારા મહિલાઓને આર્થિકરૂપે આત્મનિર્ભર બનાવવા માટે અનેક યોજનાઓ કાર્યરત છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલમાં 3000 કરતા વધુ સ્વસહાય જૂથો કાર્યરત છે. જે સરકારની યોજનાઓનો લાભ લઇ અવનવી વસ્તુઓ બનાવીને વેચાણ કરી આર્થિક રીતના પગભર બન્યા છે. માત્ર શહેરી જ નહીં ગ્રામીણ મહિલાઓ પણ પગભર બની શકે અને દેશના વિકાસમાં સહભાગી બની શકે તે માટે પણ અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે.”
મહિલાઓએ સરકારની વિવિધ યોજનાઓનો લાભ લઇ આર્થિક રીતના પગભર થવું જોઈએ અને અન્યને પણ યોજનાની માહિતી એવી જોઈએ જેથી કરી છેવાડાના માનવી પણ યોજનાનો લાભ લઇ આત્મનિર્ભર બની શકે.
ખંભાળિયા નગરપાલિકા પ્રમુખ ભાવનાબેન પરમારે સરકારનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ યોજનાઓનો મુખ્ય ઉદ્દેશ્ય છેવાડાના માનવીનું જીવન ધોરણ ઊંચું લાવવાનું છે. આજે મહિલાઓ પણ સખી મંડળના માધ્યમથી દેશના વિકાસમાં સહભાગી થઈ રહી છે તે ગર્વની વાત છે.

આ કાર્યક્રમમાં રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણનું નિદર્શન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આરોગ્ય વિભાગ દ્વારા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક જે.આર. પરમારે સ્વાગત પ્રવચન કર્યું હતું.

- Advertisement -

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ, ઓખા નગરપાલિકા પ્રમુખ ઉષાબહેન ગોહેલ, તાલુકા પંચાયત પ્રમુખ રામદેભાઈ કરમુર, કલ્યાણપુર તાલુકા પંચાયત પ્રમુખ નગાભાઈ ગાધેર, સંજયભાઈ નકુમ, મયુરભાઈ ગઢવી, યુવરાજસિંહ વાઢેર, અનિલભાઈ તન્ના, દિનેશભાઈ દતાણી, પ્રભાતભાઈ ચાવડા, હાર્દિક મોટાણી, કુંદનબેન આરંભડિયા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular