Sunday, December 22, 2024
Homeરાષ્ટ્રીયજૂના વાહનોની લે-વેચ પારદર્શક બનાવવા ઘડાશે કાયદો

જૂના વાહનોની લે-વેચ પારદર્શક બનાવવા ઘડાશે કાયદો

- Advertisement -

વિક્રેતાઓ મારફત જૂની કારની ખરીદી અને વેચાણને પારદર્શક બનાવવા તથા ગ્રાહકો સાથે છેતરપીંડી રોકવા માટે કેન્દ્ર સરકારે ખાસ કાયદો ઘડવાની દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.

- Advertisement -

કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા નોટીફીકેશનનો મુસદો જાહેર કરવામાં આવ્યો છે અને લોકોના અભિપ્રાયોના આધારે તેને કાયદાનું સ્વરુપ આપી દેવામાં આવશે.કેન્દ્ર સરકારના માહિતગાર સુત્રોએ જણાવ્યું હતું કે, વિક્રેતાની પ્રમાણીકતાની ઓળખ મેળવવા માટે રજીસ્ટર્ડ વાહનોના ડીલરો માટે એક ખાસ સર્ટિફીકેટ વ્યવસ્થા શરુ કરવામાં આવશે. રજીસ્ટર્ડ કાર માલિક અને વિક્રેતા વચ્ચે વાહનની સોંપણીની સાબિતી માટે એક ખાસ પ્રક્રિયા નિયત કરવામાં આવશે. જેમાં વિક્રેતાની જવાબદારી નક્કી કરાશે. વિક્રેતાને પોતાના કબજા વાળા વાહનોની આરસી બૂક રિન્યુ કરવા, ફીટનેસ સર્ટિફીકેટ, એનઓસી, વાહન ટ્રાન્સફર કરવા માટે ઓનલાઇન અરજી કરવાના અધિકાર આપવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular