Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી ચોરાઉ રોકડ સાથે તસ્કર ઝડપાયો

જામનગર શહેરમાંથી ચોરાઉ રોકડ સાથે તસ્કર ઝડપાયો

સિટી એ ડીવીઝન પોલીસે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલ્યો : 50 હજારની રોકડ કબ્જે

- Advertisement -

જામનગર શહેરમાં સુમેર કલબ રોડ પરથી ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા તસ્કરને 50 હજારની રોકડ સાથે સિટી એ ડીવીઝન પોલીસને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં સુમેર કલબ રોડ પર આવેલા મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા તસ્કર અંગેની હેકો દેવાયત કાંબરિયા અને પો.કો. યોગેન્દ્રસિંહ સોઢાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલૂ, ડીવાયએસપી જયવિરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.બી. ગજ્જર, પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા, હેકો દેવાયત કાંબરિયા, મહિપાલસિંહ જાડેજા, ઓસમાણ સુમરા, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, પ્રવિણભાઈ પરમાર, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, ખોડુભા જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે મહેસાણાના વતની દાદુજી મગનજી ઠાકોર નામના શખ્સને આંતરીને તલાસી લેતા તેના કબ્જામાંથી રૂા.50 હજારની ચોરી થયેલી રોકડરકમ મળી આવતા પોલીસે તસ્કરની ધરપકડ કરી રોકડ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular