જામનગર શહેરમાં ચાંદીબજારના ચોકમાં અર્ધ શત્રુંજ્ય જિનાલયો આવેલા છે. જૈનોના ચાર દેરાસરો આવેલા છે. જેનો ધ્વજારોહણ કાર્યક્રમની ઘીની ઉછામણી તા. 18ને રવિવારના રોજ રાખેલ છે. જે પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય હર્ષશિલસુરિશ્ર્વરજી મ.સા.ની નિશ્રામા થશે. જિનાલયોમાં આ પ્રમાણે ઉછામણી બોલાશે.
(1) રાયશી શાહ (ચોરીવાળુ દેરાસર)-મુળ નાયક શાંતિનાથ ભગવાન છે, (2) વર્ધમાન શાહ (મોટા શાંતિનાથજી) મુળનાયક શાંતિનાથ ભગવાન, (3) વાસુપૂજ્ય સ્વામી દેરાસર મુળનાયક વાસુપૂજ્ય સ્વામી ભગવાન, (4) મુનિસુવ્રતસ્વામી દેરાસર મુળનાયક મુનિસુવ્રતસ્વામી ભગવાન, (5) આદેશ્ર્વર જિનાલય (વંડાનું દેરાસર) મુળનાયક આદેશ્ર્વરસ્વામી ભગવાન. આ તમામ દેરાસરો રાયશી વર્ધમાનની પેઢી હસ્તક છે. ધ્વજારોહણ કાર્યક્રમ શનિવાર, તા. 22-10-22 (ધન તેરસ)ના દિવસે કરાશે. જેમાં શેઠ મોતિશાહના જીવન પ્રસંગો પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય હર્ષશીલ સુરિશ્ર્વરજી મ.સા.નું પ્રવચન રહેશે. આ કાર્યક્રમને મંગલ ઉછામણીમાં સકલ સંઘે પધારવા રાયશી વર્ધમાનની પેઢી,ચોરીવાળુ દેરાસર, ચાંદીબજારની યાદીમાં જણાવાયું છે. આ ઉપરાંત વધારે માહિતી માટે નવીનભાઇ ઝવેરી મો. 94262 03807, ભૂપેન્દ્રભાઇ પારેખ મો. 98251 35429નો સંપર્ક કરવો.