જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં રહેતી યુવતીને નીટની પરીક્ષામાં ઓછા માર્કસ આવતા મનમાં લાગી આવતા તેણીના ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતા સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
મળતી વિગત મુજબ, જામજોધપુર તાલુકાના સોનવડિયા ગામમાં રહેતાં અને ખેતમજુરી કરતા મનસુખભાઈ કારેણા નામના પ્રૌઢની પુત્રી વીધીબેન કારેણા (ઉ.વ.19) નામની યુવતી છેલ્લાં બે વર્ષથી નીટની પરીક્ષા આપતી હતી અને એ દરમિયાન ગત વર્ષે આ પરીક્ષામાં ઓછા માર્કર્સ આવ્યા હતાં જેથી આ વર્ષે પણ તેણીએ નીટની પરીક્ષા આપી હતી જેમાં ઓછા માર્કસ આવતા રવિવારે રાત્રિના સમયે તેના ઘરે કપાસમાં છાંટવાની ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પિતા દ્વારા જાણ કરાતા હેકો એસ.આર. પરમાર તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


